Abtak Media Google News

આઠમા નોરતે માતાજીના મઢ-સ્થાનકોમાં હવનોત્સવ

આસો સુદ આઠમ એટલે કે આઠમું નોરતું છે જે હવનાષ્ટમી તરીકે ઓળખાય છે. આ દિવસ મહાષ્ટમી, દુર્ગાષ્ટમી તથા સરસ્વતી બલિદાનનો દિવસ પણ છે. હવનાષ્ટમી નીમીતે ઘેર-ઘેર માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ ઉપરાંત માતાજીના મઢ-સ્થાનકોમાં હવનના ભવ્ય આયોજનો થયા છે. દરેક પરિવારજનો પોતાના કુળદેવીના સ્થાનકે જઈ માતાજીને શીશ ઝુકાવી ઉપાસના કરવામાં આવે છે.

પૌરાણિક કથા પ્રમાણે નારદમુનિ રામ લક્ષ્મણને કહે છે કોઇપણ શુભકાર્યમાં વિજય મેળવવો હોય તો આસો નવરાત્રીનું વ્રત કરવુ અને પુરાણમાં પણ વ્રતનો ઉલ્લેખ છે . નારદમુનિ રામ ચંદ્ર ભગવાનને કહે છે કે નવરાત્રીના નવ દિવસ સુધી ઉપવાસ કરવા અને માતાજીની ઉપાસના કરવી . જ્ય કરવા અને હવન કરવો . આમ કરવાથી જ અસુરોનો સંહાર શક્ય બનશે .

આ દિવસે રામચંદ્ર ભગવાને પણ સિદ્ધિ મેળવેલી હવનાષ્ટમીના દિવસે માતાજીનું વિશેષ પૂજન કરવું જોઇએ . આ દિવસે પોતાના કુળદેવી અને જ્ઞાતિના દેવીને નૈવેદ્ય અર્પણ કરે છે જેથી આખું વર્ષ શાંતિથી પસાર થાય અને કુટુંબની માતાજી રક્ષા કરે . આ દિવસે કરેલ હવન નૈવેદ્ય માતાજી ની પુજા, કરેલી, . ઉપાસના, જપનું તુરંત ફળ આપનાર બને છે . કુળદેવી કુળદેવીની ઉપાસના કરવી પણ આ દિવસે ઉત્તમ છે

શ્રી રામચંદ્ર ભગવાને પણ આ નવરાત્રીનું વ્રત અનુષ્ઠાન કરી અને આઠમના દિવસે હવનાષ્ટમી ના દિવસે હવન કરી માતાજીને પ્રસન્ન કરી અને રાવણને મારવા માટેની શક્તિ મેળવેલી એટલે કે આશીર્વાદ મેળવેલા આમા દિવસ અત્યંત ઉત્તમ અને પવિત્ર છે અને સિદ્ધિદાયક છે આથી આ દિવસે કરેલ કોઈ પણ કાર્ય પૂજા પૂજા જય સિદ્ધ બને છે

આ દિવસે સરસ્વતી પુજાનું પણ વિશેષ મહત્વ છે. વિદ્યા અને ભાગ્ય મેળવવા ર્માં સરસ્વતીની પૂજન-ઉપાસના કરવાથી વિદ્યાબળ અને સમજશકિતમાં વધારો થાય છે. તથા જીવનની બાધાઓદૂર થાય છે. નવરાત્રી એટલે શકિત અને ભકિતનું અદભૂત મીલન ગણાય છે. આ દિવસો આસુરી વૃત્તી દૂર કરવા માટે માતાજીની આરાધના કરવાના દિવસો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.