Abtak Media Google News
  • પોરબંદર જેટી સહિતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો’તો : પાંચ દિવસના રિમાન્ડમાં પર

દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો જાસૂસ સકંજામાં આવ્યો છે. દેશમાં જાસૂસી ગતિવિધિઓને લઈ ગુજરાત એટીઝની મોટી કાર્યવાહી કરી છે. પોરબંદરથી જતીન ચારણિયા નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી સમુદ્ર કિનારે સુરક્ષા એજન્સીઓની ગતિવિધિઓ પર નજર રાખતો હતો. ત્યારબાદ ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને આપતો હતો.ગુજરાત એટીએસએ જાસૂસની ધરપકડ કરી છે. એટીએસએ જણાવ્યુ હતુ કે વોટ્સએપમાં એકાઉન્ટ કરવામાં આવ્યું હતું. ટેલિગ્રામ, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી પાકિસ્તાનનું લીસ્ટ મળ્યું હતું. એડવિકા પ્રિન્સ નામની પાકિસ્તાન આઈડીને માહિતી આપી હતી. રૂ 6 હજાર તેને ચૂકવ્યા હતા. એટીએસએ વધુમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાન ઓપરેટિંગમાં હનીટ્રેપમાં ફસાવે છે. પાકિસ્તાન હનીટ્રેપમાં ફસાવી જાસૂસ બનાવે છે. મોબાઈલમાં શંકાસ્પદ પૈસા મોકલેલા છે. પોરબંદરના જતીન ચારણીયા નામનો જાસૂસ ઝડપાયો છે જેણે એડવિકા પ્રિન્સ નામની પાકિસ્તાન આઈડીને માહિતી આપી હતી. પોરબંદરથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે.

મળતી માહિતી મુજબ ભારત અને ગુજરાતની કેટલીક સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયા મારફત પાકિસ્તાન મોકલનાર શખ્સને એટીએસે ઝડપી લઈ તેની ધરપકડ કરી છે. આ શખ્સોના મોબાઈલમાંથી પોરબંદર સહિત ગુજરાતના કેટલાક બંદર સહિતના સ્થળોના સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યાનું જાણવા મળે છે. આ દસ્તાવેજો તેણે પાકિસ્તાનના તેના બોસને મોકલ્યા હોવાનું પણ ખુલ્યું છે.

એટીએસના ડીવાયએસપી એસ.એલ ચૌધરીએ જણાવ્યું હતું કે પોરબંદરનો જતીન ચારણિયા નામનો માછીમાર પાકિસ્તાનથી સંચાલિત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી મોકલતો હતો. જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા, ઉં, વ. 21 રહે. સુભાષનગર, પોરબંદર, જે પોરબંદર દરીયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે, તે છેલ્લા ચારેક મહીનાથી એડવિકા પ્રિન્સ નામ ધારણ કરનાર કોઇ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા તેના વહાણોની માહિતી ફેસબુક મેસેન્જર અને ત્યારબાદ વોટ્સઅપ તથા ટેલિગ્રાન જેવી ચેટ એપ્લીકેશન્સ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલતો હોવાનું પણ સામે આવ્યું હતું. તેના બદલામા પૈસા મેળવતો હોવાનું સામે આવ્યું છે. હાલ તો ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

છેલ્લા 2 માસમાં 3 ઘરના ઘાતકી ઝડપાયા

છેલ્લા 2 માસમાં 3 જાસૂસ ઝડપાયા છે. અગાઉ જામનગરથી મોહમ્મદ સકલેન નામના જાસૂસની ધરપકડ થઈ હતી. સકલેન જામનગરના બેડી ગામનો રહેવાસી હતો. સકલેને સિમકાર્ડ ખરીદીને લાભશંકર નામના બીજા જાસૂસને આપ્યું હતું. લાભશંકરે પોતાની બહેન મારફતે પાકિસ્તાન મોકલીને આ સીમકાર્ડ એક્ટિવ કર્યું હતું. ભારતીય સીમકાર્ડથી આર્મીના જવાનોને મેસેજ મારફતે ફસાવતા હોવાની માહિતી પણ સામે આવી છે. આર્મી ઈન્ટેલિજન્સના એમઆઈ ઉધમપુર યુનિટે જાસૂસીને લઈ આપ્યા હતા ઈનપુટ પર સીઆઈડી ક્રાઈમે ભરૂચથી પ્રવિણ મિશ્રા નામના યુવકની ધરપકડ કરી હતી. આરોપીઓ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનના આઈએસઆઈએસના એજન્ટોને મોકલતા હતા.અગાઉ ગુજરાતમાંથી સીમકાર્ડ પાકિસ્તાની જાસૂસી સંસ્થાને મોકલનાર વધુ જાસૂસ મોહમ્મદ સકલેનની ગુજરાત એટીએસએ ધરપકડ કરી હતી.આ આરોપી મૂળ જામનગરના બેડી ગામનો રહેવાસી છે.આરોપી સકલેનએ એક સીમ કાર્ડ ખરીદીને લાભશંકર મહેશ્વરી નામના પાકિસ્તાની જાસૂસ ને મોકલ્યુ હતું અને આ સિમકાર્ડ લાભ શંકરે પોતાની બહેનનાં મદદથી પાકિસ્તાન મોકલીને કાર્ડ એક્ટિવ કરવાયું હતું.

ચાર માસથી ખાનગી વિગતો પાકિસ્તાન મોકલતો’તો

21 વર્ષિય જતીન ચારણીયા 4 મહિનાથી પાકિસ્તાન ઈન્ટેલિજન્સને આ જાસૂસ માહિતી મોકલતો હતો. આ ઈસમ પોરબંદરમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ગુજરાત એટીએસના પોલીસ ઈન્સપેક્ટર પી. બી. દેસાઈને આ ઈસમ અંગે ચોક્કસ બાતમી મળી હતી.

માહિતી પહોંચાડવાના લીધા પૈસા

ગુજરાત એટીએસે ચોક્કસ બાતમી અને ટેકનીકલ તેમજ હ્યુમન રીસોર્સીસ દ્વારા વર્ક આઉટ કરી ઉપરોક્ત ઈસમને પૂછપરછ અર્થે એ.ટી.એસ. ગુજરાત, અમદાવાદ ખાતે લાવવામાં આવેલ છે. જેની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તે જાન્યુઆરી 2024થી એક એડવિકા પ્રિન્સ નામની ફેસબુક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવેલ હતો. પોતે એક મહિલા હોવાનું જણાવી આ એડવિકા પ્રિન્સ ફેસબુક પ્રોફાઈલ ધારકે જતીન ચારણીયાનાઓ પાસેથી તે પોરબંદર ગુજરાતનો છે અને માછીમારી કરે છે તે માહીતી મેળવી અવાર નવાર ચેટ કરી, મિત્રતા કેળવી જતીન ચારણીયાનાઓનો વિશ્વાસ જીતી લીધેલ હતો. દરમ્યાન એડવિકા પ્રિન્સની માંગણી મુજબ જતીન ચારણીયાનાઓ તેને મેસેજ કરીને પોરબંદર ખાતે જેટી તથા શીપ અંગેની કેટલીક વિગતો મોકલી આપેલ હતી. ત્યારબાદ દરિયાનો અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા જેટી ઉપર ઉભેલ શીપનો વીડીયો બનાવી અડવીકાને મોકલી આપેલ હતો. જે બદલ એડવિકા પ્રિન્સએ જતીન ચારણીયાનાઓને ટુકડે ટુકડે કુલ રૂ. 6000/- મોકલાવેલ હતા. ત્યારબાદ અડવીકાની સૂચના મુજબ જતીન ચારણીયાનાઓએ અડવીકાએ આપેલ તેના ટેલીગ્રામ એકાઉન્ટ પર ચેટ કરવાનું શરૂ કરેલ હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.