Abtak Media Google News
  • સમાજમાં સેવાના કાર્યો કરવા બનાવાયેલા સમસ્ત સંધી યુવા સુન્ની મુસ્લીમ સમાજના સેવાકીય કાર્યોની યાદીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું
  • ઉંમરલાયક સંતાનોને સમયસર નિકાહ પડાવી દેવાના હજરત મહંમદ સાહેબના કોલના અમલ માટે સમૂહ લગ્ન વર્તમાન સમયમાં અલ્લાહની નેમત ગણાય : અમીન સીડા
  • સમસ્ત સંધી યુવા સુન્ની મુસ્લીમ સમાજ આગામી સમયમાં પણ આવા જ સેવાકીય કાર્યો કરતું રહેશે તેવી સમાજના આગેવાનો દ્વારા જાહેરાત કરાઈ
  • જૂનાગઢમાં સમસ્ત સંધિ યુવા સુન્ની મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં 11 દુલ્હા-દુલ્હનોએ સંપૂર્ણપણે

સાદગીથી ઇસ્લામના મુજબ નિકાહ પઢી નવી જિંદગીની શરૂઆત કરવામાં આવી હતી.જૂનાગઢનો સમસ્ત સંધી સુન્ની મુસ્લિમ સમાજ શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને મજહબી કાર્યો માટે કાર્યરત સમસ્ત સંધિ યુવા યુવા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા તા.19 મે રવિવારના રોજ સવારે 10:00 વાગે જુનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલ અલ-અકશા સોસાયટીના ગ્રાઉન્ડમાં મોલાના, આલેમો, સૈયદ ઈકરામ અને રાજકીય-સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સંપૂર્ણ સાથ સહકારથી 11 યુગલોને સમૂહમાં નિકાહ પઢાવવામાં આવ્યા હતા.

સમસ્ત સંધિ યુવા સુન્ની મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્નના કાર્યક્રમના પ્રમુખસ્થાને કતકપરાના તૈયબભાઈ સેતા ઉપસ્થિત રહ્યા હતા. ખીરનીશાહ મસ્જિદના ઇમામ મૌલાના સૈયદ સાજીદબાપુ કાદરીએ દુલ્હા-દુલ્હનોને નિકાહ પઢાવવામાં હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાણાવાવના પીરે તરીકે સૈયદ અબ્દુલ્લાહ બાપુ બુખારી અને સંસ્થાના ચેરમેન આરીફભાઈ શેતાએ કયુ હતું.

આ પાક મુકદ્દસ કાર્યક્રમમાં સૈયદ એકરામ અબ્દુલ્લાહમીયા બુખારી રાણાવાવ,  સૈયદ અલ્તાફબાપુ કાદરી-જુનાગઢ, સૈયદ એજાજબાપુ ચિસ્તી-જુનાગઢ,  મૌલાના અલી મોહમ્મદ પલેજા ખાસ ઉપસ્થિત રહીને દુલ્હા-દુલ્હનોને દુઆ અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.જુનાગઢના સામાજિક આગેવાન અને કેળવણીકાર, સંસ્થાના સ્થાપક અમીનભાઈ સીડા એ જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મ પાક નબી હજરત મહમદ સાહેબના સમયસર સંતાનોના સાદાયથી લગ્ન કરીને અલ્લાહના હુકમની અદાઈગીના ફરમાનનુ પાલન કરવા માટે વર્તમાન સમયમાં સમૂહ શાદી અલ્લાહની નેમત ગણાય સમાજમાં ગરીબ અને અમીર સૌ એ સાદાયથી લગ્ન કરવાની સમુહ લગ્નની પ્રથા અપનાવી જોઈએ.સમસ્ત સંધિ યુવા સુન્ની મુસ્લિમ સમાજઆ પ્રથમ સમૂહ લગ્નમાં દુલ્હા-દુલ્હનના પરિવારજનો અને મહેમાનોએ સમયસર આવી શિસ્ત અને સમય પાલનનું પ્રદર્શન કયુ હતું. શાંતિથી કોઈપણ જાતની મુશ્કેલી વગર સમુહલગ્નનો કાર્યક્રમ સફળ રહ્યો હતો. આયોજકોના આમંત્રણને માન આપીને રાજકીય-સામાજિક આગેવાનો સર્વશ્રી હરિભાઈ કણસાગરા, કોંગ્રેસના આગેવાન અને કોમી એકતાના પ્રતિક મનોજભાઈ જોશી, ધારાસભ્ય બાબુભાઈ વાજા, અશ્વિનભાઈ મણીયાર, સર્વ માન્ય નેતા સામાજિક આગેવાન અને સામાજિક સમરસતાના પ્રતીક બટુકભાઈ મકવાણા, અમરેલીથી સંધિ સમાજના અમીનભાઈ હાલા, દિલુભાઈ જુણેજા, નુરમહંમદભાઈ દલ, કોર્પોરેટર રાજુભાઈ સાંધ, કોંગ્રેસ અગ્રણીભાઇ વલીમદભાઈ સીડા (વી.ટી. સીડા), અગ્રણી પત્રકાર અને ન્યુઝ એન્કર હનીફ ખોખર, કેળવણીકાર અને સામાજિક આગેવાન સોહિલભાઈ સીદીકી, એનાઉન્સર અલ્તાફભાઈ કુરેશી, ઉપરાંત કાર્યક્રમની શોભા વધારનાર હાજીભાઈ ઠેબા, સુલેમાનભાઈ સીડા, અમીનભાઈ નોતીયાર, મહમદભાઈ સીડા, અશફાકભાઈ ઠેબા, અલ્તાફભાઈ સીડા, સુલતાનભાઇ ખેભર, યુનુસભાઈ રાવમા, આરીફભાઈ સીડા, એમદભાઈ ઓઠા, ડોક્ટર દોલકિયા, અબ્દુલભાઈ સેતા, મહમદભાઈ બલોચ, મીડિયા પ્રભારી હમિદભાઈ સમા તેમજ મહિલા મોરચાના આગેવાન નીરજાબેન દોલકિયા, નાઝીમાબેન હાલા, રસીદાબેન સીડા, હમિદાબેન દલ, સેનાજબેન સીડા, હસીનાબેન ખેભર, સેનાજબેન હાલા, હસીનાબેન સીડા  સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમુહ લગ્નને સફળ બનાવવા માટે મુશ્તાકભાઈ વિશળ, સુલેમાનભાઈ સીડા, સુલતાનભાઇ ખૈભર, હનીફભાઈ સીડાં, સમીરભાઈ સમાના માર્ગદર્શનમાં સમાજના યુવાનોની ટીમ જહેમત ઉઠાવી હતી. આ પ્રથમ સમુહલગ્નને સફળ બનાવવા સમાજના યુવાઓ-આગેવાનો-વડીલોએ જે જહેમત ઉઠાવી હતી તે બદલ સમસ્ત સંધી યુવા સુન્ની મુસ્લીમ સમાજના પ્રમુખ અમીનભાઈ સીડાએ તમામનો દીલથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આગામી સમયમાં પણ આ પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવાની નેમ જાહેર કરી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.