Abtak Media Google News

જુગાર પટમાંથી રોકડા રૂ.3.75 લાખનો મુદામાલ કબ્જે કરી ક્રાઇમ બ્રાન્ચ

અબતક, રાજકોટ

શહેરના હાથીખાના રોડ પાાસે શેરી નં. 7 માં રહેણાંકવાળા મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમતા સાત શખસોની ધરપકડ ક્રાઇમ બ્રાંચ પોલીસે કરી છે. જુગાર પટમાંથી રૂ. 3.75 લાખના મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે.

આ અંગે મળતી વિગત મુજબ શહેરના હાથીખાના મેઇન રોડ પર શેરી નં. 7 માં રહેણાંકવાળા મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની ક્રાઇમ બ્રાંચ પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઇ વાંક અને ભગીરથસિંહ ઝાલાને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દરોડો પાડી સુરેશ વિઠ્ઠલદાસ મદાણી, મહેશ મધુભાઇ સોલંકી, કીરીટ તુલસીદાસ ધામેલીયા, ધાર્મિક રમેશભાઇ હિરાણી, જાહિદ મહમદ પારેખ, ઇરફાન જીકરભાઇ ચોટરીયા, ફૈઝલ આરીફ ગલેરીયા નામના સાત શખ્સોની ધરપકડ કરી પોલીસે જુગાર પટમાંથી રોકડા રૂ. 3.75 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘોડીપાસાના જુગારમાં ઝડપાયેલા સાત શખ્સો અગાઉ પણ દારુ, મારામારી, જુગાર અને હત્યાની કોશીષ સહીતના ગુનાહીત ઇતિહાસ ધરાવેલા હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે.ક્રાઇમ બ્રાચ પીએસઆઇ એમ.એમ.ઝાલા સહીતના પોલીસ સ્ટાફે જુગાર રમતા સાત આરોપી વિરુઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.