Abtak Media Google News

ચાર શખ્સો પાઇપ વડે યુવક પર તૂટી પડ્યા: પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી

શહેરના ભાગોળે બાપાસીતારામ ગૌશાળા પાસે તું અમારા રીક્ષા ભાડા બગાડે છે. કહીં રીક્ષા ચાલક યુવક પર ચાર શખ્સોએ પાઈપથી હુમલો કરતાં યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતા ફરિયાદી સામતભાઇ સંગ્રામભાઇ ઝાપડા (ઉ.વ.26)એ જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના તેઓ રામપીર ચોકડી પાસે આવેલા દેવજીવન હોટલ પાસે ઉભા હતા ત્યારે તેમને એક અજાણ્યા નંબરમાંથી ફોન આવેલો કે, પીઓપીનો સામાનનો ફેરો કરવાનો વાત કર્યા બાદ તે વ્યકિત તેમની પાસે આવેલા અને દેવજીવન હોટેલથી પીઓપી સામાન લેવાની જગ્યાએ અજાણી વ્યક્તિ સાથે તેઓ જતાં હતાં.

તે દરમિયાન તેઓ બાપાસીતારામ ગૌશાળા પાસે પહોંચ્યા ત્યારે અજાણી વ્યકિત સાથે દિનેશ માટીયા અને ત્રણ અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા અને કહ્યું હતું કે, ’તું અમારા રીક્ષા ભાડા ભગાડેશ’ કહી ચારેય શખ્સો ઢીકાપાટુનો મારમારવા લાગ્યા અને દિનેશ માટીયા પોતાના પાસે રહેલ લોખંડનો પાઇપ ફટકારવા લાગ્યો હતો. અને કહ્યું હતું કે, ’હવે પીઓપીના ફેરામાં તારી રીક્ષા આ રોડ પર ચાલવી ના જોઇએ’ કહી મારમાર્યો હતો. બાદમાં ફરિયાદી ત્યાંથી ભાગી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.આ બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.