Abtak Media Google News

ઝેરી દવાની બોટલ સાથે આવેલા યુવકનીઢ પોલીસે કરી અટકાયત: કુટુંબી મામા અને પડધરી પોલીસ દ્વારા જમીન પડાવવાના આક્ષેપ

પડધરી નજીક ન્યારા ગામની ખેતીની સયુંકત માલિકીની જમીન અંગે કોર્ટમાં ચાલતા દાવા પરત ખેચી લેવા કુંટુબી મામા, ઇટાળાના દરબાર અને પડધરી પીએસઆઇ મળી ધમકી દેતા યુવકે જિલ્લા પોલીસ વડા કચેરીએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા પ્ર.નગર પોલીસે તેની અટકાયત કરી છે.

ન્યારા સર્વે નંબર ૧૧૪ની જમીન સમજુબેન ઉકાભાઇ ઝાલાવાડીયા, દુધીબેન ઉકાભાઇ ઝાલાવડીયા, સંગીતાબેન ઉકાભાઇ ઝાલાવાડીયા, સવિતાબેન ઉકાભાઇ, મોહનભાઇ ઉકાભાઇ, જ્યોત્સનાબેન ઉકાભાઇ, રવિભાઇ રમેશભાઇ, ગૌરવભાઇ રમેશભાઇ, પ્રફુલભાઇ લલિતભાઇ, વનિતાબેન, લલિતભાઇ અને પરેશભાઇ લલિતભાઇની સયુકત માલિકીની જમીન છે. જમીનના પ્રશ્ને પરિવારમાં વિવાદ થતાં સમજુબેન, સવિતાબેન, સંગીતાબેન અને વનિતાબેને પડધરી કોર્ટમાં દિવાની દાવો દાખલ કર્યો હતો.

Attempts-To-Self-Immolate-Young-Man-Due-To-Land-Dispute
attempts-to-self-immolate-young-man-due-to-land-dispute

કોર્ટમાં ચાલતા દાવો પરત ખેચવા માટે માતા સમજુબેન, કુટુંબી મામા મોહનભાઇ ઉકાભાઇ ઝાલાવડીયા અને ઇટાળા ગામના પ્રવિણસિંહ ઉર્ફે પીસીસી તેમજ રાજકોટમાં ફરજ બજાવતા એક પોલીસમેને ધમકી દીધા અંગેની પડધરી પોલીસમાં રજુઆત કરવા ગયેલા મહેશભાઇ શંભુભાઇ હાપલીયા સામે પડધરી પોલીસે સીઆરપીસી ૧૫૧ મુજબ અટકાયતી પગલા લઇ પોલીસ મથકમાં બેસાડી દઇ ધમકી દેનાર સામે કાર્યવાહી ન કરતા મહેશભાઇ હાપલીયાએ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે જિલ્લા પોલીસ વડાની કચેરી આત્મવિલોપન કરવાની ચીમકી ઉચારતા પ્ર.નગર પોલીસે એસપી કચેરીએ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પોલીસના બંદોબસ્ત હતો ત્યારે મહેશ હાપલીયા પોતાના હાથમાં ઝેરી દવાની બોટલ સાથે ઘસી આવ્યો હતો અને ઝેરી દવા પી આત્મહત્યા કરે તે પહેલાં પ્ર.નગર પોલીસે તેની અટકાયત કરી આત્મવિલોપન કરતા અટકાવ્યો હતો ત્યારે મહેશ હાપલીયાએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.