Abtak Media Google News

પ્રહલાદ પ્લોટ, કોઠારીયા રોડ, સોરઠીયાવાડી, મિલપરા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં દરોડા : ગઇકાલની ડ્રાઇવમાં 42 લાખની વીજચોરી પકડાઈ

રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવિઝન-1 હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રહલાદ પ્લોટ સબ ડિવિઝન હેઠળના ભીડભંજન વિસ્તાર, દરગાહ વિસ્તાર, દાણાપીઠ મેઈન રોડ, સટ્ટા બજાર ચોક સહિતના વિસ્તારો, કોઠારીયા રોડ સબ ડિવિઝનના જંગલેશ્વર વિસ્તાર, નાડોદા નગર, સીતારામ સોસાયટી, સિદ્ધાર્થ નગર, મારુતિ નગર, પૂજા પાર્ક, આશાપુરા નગર સહિતના વિસ્તારો, સોરઠીયાવાડી સબ ડિવિઝન હેઠળના ગાયત્રી નગર, ગોપાલ નગર, ઢેબર કોલોની, નારાયણ નગર, સહકાર મેઈન રોડ સહિતના વિસ્તારો, મિલપરા સબ ડિવિઝન હેઠળના મિલપરા મેઈન રોડ, લક્ષ્મીવાડી-10, ઠાકર રેસ્ટોરન્ટ નજીકના વિસ્તારોમા પીજીવીસીએલની 46 ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ ચેકીંગ ડ્રાઇવમાં 11 કેવી પરા બજાર, 11 કેવી જંગલેશ્વર, 11 કેવી સપના ફીડર, 11 કેવી ગોપાલનગર ફીડર, 11 કેવી સહકાર ફીડર, 11 કેવી રાજપૂતપરા ફીડર, 11 કેવી ભક્તિ નગર ફીડરને આવરી લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પીજીવીસીએલએ ગઈકાલે સિટી સર્કલના રાજકોટ સિટી ડિવિઝન – 2 હેઠળ આયોજિત કોર્પોરેટ ડ્રાઈવમાં પ્રદ્યુમન નગર, બેડીનાકા, મહિલા કોલેજ સબ ડિવિઝન હેઠળના 150 ફૂટ રિંગ રોડ, જાસલ કોમ્પ્લેક્સ, વિરમાયા, ગવલીવાડ, ઠક્કરબાપા વિસ્તાર, છોટુ નગર, રંગ ઉપવન, શિવપરા, બજરંગ વાડી, મોચી નગર, સંજય નગર, વૈશાલી નગર, તિરુપતિ નગર, રૈયા રોડ, વિદ્યાનગર મેઈન રોડ, મનહર પ્લોટ વગેરે વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 45 ટીમોએ 1284 કનેક્શન ચેક કર્યા હતા. જેમાંથી 123 કનેક્શનોમાં ગેરરીતિ સામે આવતા રૂ.  42.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.