Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓરી રસીકરણ સફળ બનાવવા મેયરશ્રી બીનાબેન આચાર્ય દ્વારા જાગૃતિ અભિયાન

રા.મ.ન.પા. માં રાષ્ટ્રીય કાર્યક્રમના અમલીકરણ માટે પ્રથમ વખત જુદા જુદા ૫૬ ધાર્મિક અગ્રણીઓની મીટીંગ યોજતા મેયર

રાજકોટવાસીઓને ઓરી / રૂબેલાના જનજાગૃતિ અભિયાનમાં સહકાર આપવા વોટસએપ ડીપી પર ઓરી / રૂબેલાનો લોગો મુકવા અપીલ

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૬ મી જુલાઈથી ઓરી – રૂબેલા રસીકરણ અભિયાનમાં ૯ માસથી ૧૫ વર્ષનાં અંદાજીત ૪ લાખ બાળકોને રસીકરણ કરવામાં આવશે. આ રસીકરણ રાજકોટ શહેરમાં ૧૦૦ % થાય તે માટે મેયરશ્રી બિનાબેન આચાર્ય તથા આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરએ આ અભિયાનને વેગ આપવા શહેરની જુદી-જુદી ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીશ્રીઓની મીટીંગ યોજવામાં આવેલ. આ અભિયાનને સફળ બનવવા તમામ સંસ્થાના અગ્રણીઓએ સહકાર આપવા જણાવેલ. વિશેષમાં આરોગ્ય વિભાગને લોકોમાં બહોળો પ્રચાર પ્રસાર કરવા જણાવેલ છે. જે અન્વયે નીચેની કાર્યવાહી કરવામાં આવેલ છે.

  • ૨૧ આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો, સરકારી કચેરીઓ, કોર્પોરેશન ઝોન ઓફિસો, સર્કસ, ફનવર્લ્ડ, ઝુ, એસ.ટી., રેલ્વે સ્ટેશન, એરપોર્ટ વગેરે જગ્યા પર હોર્ડીંગ / બેનર.
  • ૭ શોપીંગ મોલમાં હોર્ડીંગ / બેનર તથા ખરીદીના બિલ પર એક્ઝીટ પોઈન્ટ પર ઓરી / રૂબેલા રસીકરણનો સ્ટેમ્પ.
  • ૨૧ આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, કેટીચિલ્ડ્રન હોસ્પિટલના કેસ પેપર પર જાગૃતતાનો સ્ટેમ્પ.
  • ઝું, ફનવર્લ્ડ, સર્કસ, બાલભવન, સિવિક સેન્ટરના બિલ / ટીકીટ પર સ્ટેમ્પ.
  • રાજકોટ મહાનગરપાલિકાના ફેસબુક પેજ પર તથા ટવીટર પર પ્રચાર પ્રસાર.
  • કોર્પોરેશનના જાહેર જગ્યામાં આવેલ ૧૫ એલ.ઈ.ડી. સ્ક્રીન પર ઓરી / રૂબેલા રસીકરણની જાહેરાત.
  • સિનેમા સ્લાઈડ
  • યોગ દિવસે દસ જગ્યાએ ઓરી / રૂબેલા બેનર , હોર્ડીંગ તથા જાગૃતતાની અપીલ.
  • IMA ના મેગેઝીનમાં પ્રચાર.
  • વ્હોટસ એપ યુઝર દ્વારા પોતાના તથા ગ્રુપના ડીપીમાં ઓરી / રૂબેલાનો લોગો મુકવાનો નવો અભિગમ.
  • મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રથમ વખત જાગૃતિ કાર્યક્રમમાં ૫૬ ધાર્મિક અગ્રણીઓને જાગૃતતા.

આ મુજબ પ્રચાર પ્રસાર પ્રવૃત્તિ કરવામાં આવશે.

  • કોર્પોરેશન દ્વારા લોકોને SMS કરવામાં આવશે.
  • એફ.એમ. દ્વારા જાહેરાત.
  • પત્રિકા વિતરણ.
  • શાળામાં ઓરી / રુબેલાની પોસ્ટર સ્પર્ધા તથા રેલી.
  • પ્રેસ કોન્ફરન્સ.
  • સમાજના અગ્રણીઓ ને પદાધિકારીશ્રીઓ દ્વારા કાર્યક્રમમાં સહકાર આપવા વિનંતી પત્ર.
  • શાળામાં ઉદઘાટન.
  • અગ્રણ્ય બાળરોગ નિષ્ણાંતની વિડીયો ક્લીપીંગ તથા પ્રેસ અપીલ.
  • ૧૬ જુલાઈ થી શરૂ થનાર ઓરી – રૂબેલા રસીકરણ પોતાના બાળકને કરાવે, તેવી તમામ વાલીઓને અપીલ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.