Abtak Media Google News

સરકાર દ્વારા કવાયત શ‚ કરી દેવાઈ ટૂંક સમયમાં જ થઈ શકે છે: જાહેરાત: બે વર્ષનો કોર્સ થશે બંધ

શિક્ષકોનાં એજયુકેશન સ્તરમાં સુધારો કરવા માટે હવે બે વર્ષના બેચરલ ઈન એજયુકેશન (બીએએલ) અભ્યાસક્રમને રદ કરીને ચાર વર્ષના ઈન્ટીગ્રેડ બીએડ અભ્યાસક્રમ શ‚ કરવાની દિશામાં વિચારણા શ‚ કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલી પોતાના બજેટ ભાષણમાં પણ જાહેરાત કરી ચૂકયા છે.

માનવ સંશાધન વિકાસ મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ અભ્યાસક્રમ બદલવા પાછળનો ઉદેશ એ જ છે કે જે લોકો શિક્ષણનાં વ્યવસાયમાં આવે છે. તેઓ આ વ્યવસાયને લઈને ગંભીર બને તે માટેનો છે. એક અધિકારીના જણાવ્યા મુજબ મંત્રાલય નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજયુકેશને જણાવ્યું છે કે તેઓ ઈન્ટીગ્રેડ બીએડ અભ્યાસક્રમની દિશામાં કામ શ‚ કરે તેવી આશા રખાઈ રહી છે કે આગામી શૈક્ષણીક વર્ષથી વિદ્યાર્થીઓ ધો.૧૨ બાદ સીધા ઈન્ટીગ્રેડ બીએડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકે. આ અભ્યાસક્રમોનું નામ બીએ બીએડ અથવા બીએસસી, બીએડ રાખવામાં આવશે જે કુલ ચાર વર્ષનો હશે. મંત્રાલયના અધિકારીઓનાં જણાવ્યા મુજબ આ નિર્ણયથી બીએડ કોલેજોનાં નામ પર દૂકાનો ચલાવી રહેલ સંસ્થાઓ બંધ થઈ જશે તેમજ શિક્ષકોની ગુણવતામાં પણ સુધારો થશે નવી શિક્ષણ પધ્ધતિ બનાવવા માટે ટીએસઆર સુબ્રહ્મણ્યમની અધ્યક્ષતામાં એક કમીટી બનીક હતી જેણે વર્તમાન ૨ વર્ષમાં બી એડ અભ્યાસક્રમની જગ્યાએ ૪ વર્ષના ઈન્ટીગ્રેડ અભ્યાસક્રમમાં શ‚ કરવાની ભલામણ કરી હતી જોકે આ કમીટીના ડાટને પોલીસી ડાટ માનવામાં આવતો નથી તેને માત્ર પોલીસી તૈયાર કરવા માટે રજૂ કરવામાં આવેલ ભલામણ તરીકે લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.