Abtak Media Google News

રાજ્યના 15 ડેપ્યુટી કલેકટરોની બદલીના ઓર્ડર કરતું મહેસુલ વિભાગ : વેઇટિંગમાં રહેલા રાજકોટના તત્કાલીન મધ્યાહન ભોજન યોજનાના ડે. કલેકટર સુથાર સહિતના 7 અધિકારીઓને અપાયા પોસ્ટિંગ

રાજ્યના 15 ડેપ્યુટી કલેકટરોની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં વેઇટિંગમાં રહેલા રાજકોટના તત્કાલીન મધ્યાહન ભોજન યોજનાના ડે. કલેકટર સુથાર સહિતના 7 અધિકારીઓને પણ પોસ્ટિંગ અપાયા છે. ઉપરાંત રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર તરીકે બી.એ.અંસારીને મુકાયા છે.

Advertisement

રાજ્યના મહેસુલ વિભાગે 15 જેટલા ડેપ્યુટી કલેક્ટરોનો બદલીનો ગંજીપો ચીપયો છે. જેમાં વેઇટિંગ ફોર પોસ્ટિંગના રહેલા 7 અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.જેમાં બી.એ.અંસારીને રાજકોટ સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર, ફાલ્ગુન પંચાલને ગોધરા સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર, વી. ડી. રાઠોડને નવસારી સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર, એફ.એ.બાબીને પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર, સૂરજ સુથારને આઈઓઆરએ સેલ ગાંધીનગરમાં પ્રિ સ્ક્રુટીની ઓફિસર, એ.આઈ.હાલપતિને ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર છોટાઉદેપુર, આર.બી. પરમારને વડોદરા સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે.

જ્યારે છોટા ઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી અભિષેક સિંહાને નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરીટીના ડેપ્યુટી કલેકટર, ગાંધીનગરના જીઆઇડીસી યુનિટ 1ના લેન્ડ એકવિઝિશનના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર પૂજા બાવડાને જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર, ગાંધીનગર આઇઓઆરએ સેલના પ્રિ સ્ક્રુટીની ઓફિસર બી. એ.આહીરને ગાંધીનગરના જીઆઇડીસી યુનિટ 1ના લેન્ડ એકવિઝિશનના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર, ગાંધીનગર આરઓઆરએ સેલના પ્રિ સ્ક્રુટીની ઓફિસર આર.કે. ઓઝાને કચ્છ સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેક્ટર, ગાંધીનગર આરઓઆરએ સેલના પ્રિ સ્ક્રુટીની ઓફિસર કે.એસ.ગઢવીને રેવન્યુ ડિપાર્ટમેન્ટના એટીવીટી સેલના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર, જૂનાગઢ સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર ચાંદની પરમારની જૂનાગઢમાં સ્ટેટ રૂરલ ડેવલોપમેન્ટ એન્ડ પંચાયતી રાજ ભવન- શશીકુંજના ડેપ્યુટી કલેકટર, ધોળકા પ્રાંત અધિકારી પી.બી. વલવાઈને નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરીટીના ડેપ્યુટી કલેકટર તેમજ ગોધરા સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર એ.વી. પારગીને સ્પીપા ડેપ્યુટી કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.