Abtak Media Google News

બે શખ્સોએ માથામાં ધોકો ઝીકી પૈસા લૂંટી ફરાર: ઠેરઠેર નાકાબંધી

બાબરામાં અમરેલી – ભાવનગર જવાના રસ્તે ડિલિવરી દેવા ઉભેલા આંગડિયા પેઢીના કર્મચારીને માથામાં ધોકો ઝીકી બે લૂંટારૂઓએ રૂ.૧.૫૦ લાખની લૂટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાબરામાં આવેલી અરવિંદ મહેન્દ્ર પટેલ નામની આંગડિયા પેઢીના કર્મચારી વિજયભાઈ શાહ રોકડ રકમનું અને અન્ય પાર્સલ લઈને અમરેલી – ભાવનગર હાઇવે પર ઊભા હતા. તે દરમિયાન બે અજાણ્યા શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા અને વિજય શાહને માથામાં ધોકો મારી પાર્સલ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

આ અંગે વિજય શાહ દ્વારા આંગડિયા પેઢીને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ અને પેઢીના સંચાલકો સહિત અન્ય આંગડિયા પેઢીના લોકો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. વિજય શાહે જણાવ્ય મુજબ બંને લૂંટારૂઓએ તેને માથામાં ધોકો મારી રૂ.૧.૫૦ લાખની લૂટ ચલાવી હતી. પોલીસે ઘટનાના પગલે ચારે તરફ નાકાબંધી કરી લુટારૂ બેલડીની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.