Abtak Media Google News

હિન્દી ચિત્રપટ્ટના અમર ગાયિકા ગીતાદત્તનું સદૈવ સુવર્ણ અક્ષરે લખાયેલ છે. તેમના ગીતો આજે ૭૦ વર્ષે પણ લોકો યાદ કરે છે. ગાયિકા તરીકે ૧૯૪૬ થી ૧૯૭૨ સુધી તેમની સફળ કારકીર્દી રહી તેનો જન્મ ર૩ નવેમ્બર ૧૯૩૦ ના રોજ થયો તેનું મૂળ નામ ગીતા ઘોષ રોય ચૌદરી હતું. ગુ‚દત્ત સાથે લગ્ન થતા ગીતા દત્ત તરીકે મશહુર થયા. તેમના પતિ ફિલ્મ અભિનેતા ગુરુદત્તનું મૃત્યુ ૧૯૬૪માં થયું બાદમાં ર૦ જુલાઇ ૧૯૭૨માં માત્ર ૪૧ વર્ષે ગીતાદત્તનું અવસાન થયું હતું.

બંગાળથી મુંબઇ પરિવાર સાથે ગીતાદત્ત પણ આવ્યા, ૧૯૪૬માં એક પૌરાણિક ફિલ્મ ‘ભકત પ્રહલાદ’માં ગાવાનો મોકો મળ્યો તેણે ૧૨૦૦ થી વધુ ગીતો ગાયા છે. આ ઉપરાંત મરાઠી, ગુજરાતી, બંગાલી, મૈથિલી, ભોજપુર, પંજાબી જેવી ભાષામાં પણ ગીતો ગયા હતા.

૧૯૫૧માં ‘બાઝી’, ૧૯૫૫માં ‘દેવદાસ’ને પછી ૧૯૫૭માં ‘પ્યાસા’ફિલ્મ બાદ તે ફિલ્મ જગતની શ્રેષ્ઠ ગાયિકા બની ગઇ, ૧૯૫૯માં ‘સુજાતા’ને ‘કાગઝ કે ફૂલ’આવી તેના ગીતો પણ એવર ગ્રીન હીટ થયા. ૧૯૫૯ પછી તેને ઓપીનૈયરના સંગીતમાં શ્રેષ્ઠ ગીતો આરપાર, છૂમંતર, સી.આઇ.ડી., માસ્ટર એન્ડ મીસીસ- પપ, હાવડા બ્રીજ, ઉસ્તાદ જેવી હિટ ફિલ્મોમાં ગીતો ગાયા હતા.

તેણે હેમંતકુમારના સંગીતમાં ‘આનંદ મઠ’ફિલ્મમાં મદનમોહન સાથે ફિલ્મ ‘સાહિબ બીબી ઔર ગુલામ’ શ્રેષ્ઠ ગીતો ફિલ્મ જગતને આપ્યા, છેલ્લે તેમણે સંગીતકાર કનુ રોય સાથે ‘અનુભવ’ફિલ્મ ૧૯૭૧માં સ્વર આપ્યો હતો. ૨૦૧૩અને ૨૦૧૬માં તેમની યાદમાં ટપાલ ટીકીટ પણ બહાર પાડી હતી. ૨૬ મે ૧૯૫૩ના રોજ ગુ‚દત્ત સાથે છુટાછેડા થયા.

ધ નાઇનટીંગ ઓફ ઇન્ડિયન સિનેમા સમા ગીતાદત્તની જોડી ગુ‚દત્ત સાથે બહુ થોડા સમય જ રહી તેમને બે પુત્રો ત‚ણ દત્ત, અ‚ણ દત્ત તથા એક પુત્રી નિના દત્ત હતા. જેઓ પણ આલ્બમમાં ગીતો ગાતા હતા. ગીતા દત્તને ફિલ્મ જગતમાં ગાયિકા તરીકે બહુ જ પ્રસિઘ્ધી મળી હતી.  ગુ‚દતની સાથે ઓ.પી. નૈયરે પણ તેમની ગાયિકી ખીલવવામાં ઘણી મદદ કરી હતી. તેણે બંગાલી ફિલ્મ ‘બધુ બરન’માં હિરોઇન તરીકે પણ કામ કર્યુ હતું.

તેમનાં શ્રેષ્ઠ ગીતો સાથેની ફિલ્મો આજે પણ જાુના ગીતોના ચાહકો યાદ કરે છે. તેમણે રફી, તલત, હેમંતકુમાર જેવા ગાયકો સાથે શ્રેષ્ઠ યુગલ ગીતો ગાયા હતા. ૧૯૫૪ થી ૧૯૬૦  સુધીમાં તેણે શ્રેષ્ઠ ફિલ્મો પ્યાસા, આરપાર, છૂમંતર, સી.આઇ.ડી., ઉસ્તાદ, હાવરા બ્રીજ જેવામાં શ્રેષ્ઠ ગીતો ગાયને અમર થઇ ગયા.

ગીતા દત્તના સુંદર ગીતો

  • એય દિલ મુજે બતા દે….. ભાઇ ભાઇ
  • બાબુજી ધીરે ચલના….. આરપાર
  • વકત ને કિયા કયા ર્હસી સીતમ – કાગઝ કે ફૂલ
  • જાને કયા તુ ને કર્હી…. – પ્યાસા
  • યે લો મે હારીપીયા – આરપાર
  • ઠંડી હવા કાલી ઘટા…. મીસ્ટર એન્ડ મિસીસ-પપ
  • મેરા નામ ચિન ચિન ચુ….. હાવડા બ્રીજ
  • ના થઉ સઇયા છુડા કે બૈયા…. સાહિબ બીબી ઐર ગુલામ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.