Abtak Media Google News

જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા આયોજિત ‘બેબી લેન્ડ હેલ્ધી બેબી સ્પર્ધા’નું ભવ્ય આયોજન સ્ટર્લિંગ હોસ્પિટલ મુકામે કરવામાં આવ્યું, અનેક બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં મેન સ્પોન્સર તરીકે બેબી લેન્ડ કો સ્પોન્સર શાંતિલાલ જમનાદાસ જવેલર્સ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને સહયોગી તરીકે ક્રિડઝી પ્લે હાઉસ પંચાયત નગર, કિડઝી પ્લે હાઉસ ગુરૂકુલ રોડ, બાલાજી વેફર્સ, વડાલીયા ફૂડ, નીલ ડિજિટલ, શીતલ સ્પોર્ટસ, મેમી પોકો, હિમાલ્યા કંપની, હેલો કિડસનો જેસીઆઈ રાજકોટ યુવાની આખી ટીમ જોડાઈ હતી. તેમજ ગત તા.૮ના રોજ હેમુગઢવી હોલ મુકામે ભવ્ય એવોર્ડ સેરેમનીમાં ૯૭ વિજેતાઓ એવોર્ડ ગિફટથી વાજતે ગાજતે ડી.જે. ડાન્સ મ્યુઝિક દ્વારા નવાજમાં આવ્યા હતા.

આ સ્પર્ધાને સફળ બનાવવા પ્રેસીડેન્ટ જેસી મીતેષ પટેલ, આઈપીપી જેસી ગીરીશ ચંદારાણા, સેક્રેટરી જેસી પલક ચંદારાણા, વા.પ્રેસીડેન્ટ જેસી વિશાલ પંચાસરા, જેસી ધર્મેન રૂપારેલ, જેસી ચિરાગ દોશી, જેસી ભાર્ગવ ઉનડકટ, જેસી સંદિપ દફતરી, જેસી જીજ્ઞેશ શાહ, જેસી હરીશ ચંદારાણા, જેસી મનીષ પલાણ, જેસી ગોપાલ ઠકરાર, જેસી પ્રતિક દોશી, જેસી બ્રિજેશ માંડવીયા, ફાઉન્ડર પ્રેસીડેન્ટ જેસી અશ્ર્વિન ચંદારાણા, જેસીરેટ ચેરપર્સન જેસીરેટ ક્રિના માંડવીયા સહિતના જેસીઆઈ કાર્યકરો હાજર રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.