Abtak Media Google News

1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.

હાલમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકવા પર 200 તેમજ 500 એમ અલગ-અલગ દંડ વસૂલવામાં આવે છે. પરંતુ સરકારના નિર્ણય બાદ હવે 1 ઓગષ્ટથી રાજ્યભરમાં એકસરખો જ દંડ વસૂલવામાં આવશે.

આ સાથે મુખ્યમંત્રીએ નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.