Abtak Media Google News

કરપ્ટ પ્રેક્ટિસ હોવા ઉપરાંત ગેરકાયદેસર સમૃદ્ધિ કરણની પરિભાષા હોવાથી

E-way bill બોગસ હોવાનું કહી રૂપિયા 15 લાખનો દંડ ફટકારવાની ધમકી આપી ચાર લાખની લાંચ લીધી’તી

રાજકોટ શહેરના સ્ક્રેપના ધંધાર્થી પાસે જીએસટી ના ય- ૂફુ બશહહ બનાવટી હોવાનું કહી વેપારી પાસેથી 50 હજાર  લીધા બાદ વધુ સાડા ત્રણ લાખ રૂપિયાની લાંચ લેવાના ગુનામાં ઝડપાયેલા જીએસટીના બે અધિકારી અને એક નિવૃત અધિકારી સહિત ત્રણની સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ રાજકોટ- ચોટીલા હાઈ-વે ઉપર આવેલા બામણબોર પાસે જીએસટીના અધિકારીએ બે ટ્રકોને અટકાવી ય-ૂફુ બશહહ માંગેલા જે બંને બિલો બનાવટી હોવાનું કહી  રૂપિયા 15

Advertisement

લાખની પેનલટી લગાવવાની ધમકી આપતા ટ્રકના ચાલકે વેપારી ને ફોન કરતાં જીએસટીના અધિકારીએ બિલો બનાવટી હોવાનું કહી રૂપિયા 8 લાખની લાંચની માગણી કરતા વેપારીના ભાગીદારના સંબંધી અને જી એસ.ટી.ના નિવૃત અધિકારી મનસુખ બચ હીરપરા ની મધ્યસ્થીથી રૂપિયા ચાર લાખની લાંચ આપવાનું નક્કી થયું જે પૈકીના 50000 રૂપિયા આપી દીધા અને બાકી લાંચની રકમ લેતા જીએસટી ના મુખ્ય અધિકારી વિક્રમ દેવરથી કનારા, નિરીક્ષક અજય મહેતા અને નિવૃત અધિકારી મનસુખ બચું હિરપરા  સહિત ત્રણેય  સાડા ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે રાજકોટ લાંચ રૂશ્વત શાખાએ ઝડપી લીધા હતા. તપાસ પૂર્ણ થતા ત્રણેયને જેલમાં મોકલવામાં આવ્યા હતા. હાલ જેલહવાલે રહેલા ત્રણેય શખ્સોએ જામીન પર છુટવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જેમાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે જિલ્લા સરકારી અધિકારી સંજયભાઈ વોરાએ કરેલી લેખિત મૌખિક દલીલોમાં આરોપી દ્વારા મેળવવામાં આવેલી  લાંચની રકમ 4 લાખ બ્લેકમેલ કરી અને ખંડણીની રકમ હોવાનું કાયદાકીય અનુમાન છે.

લાંચરૂશ્વત વિરોધી કાયદા ની કલમ 13 મુજબ 4લાખ માગણી કરપ્ટ પ્રેક્ટિસ હોવા ઉપરાંત ગેરકાયદેસર સમૃદ્ધિ કરણની પરિભાષાઓમાં સમાવેશ થાય છે જે અંગે દસ વર્ષ કેદની સજાની જોગવાઈ છે . આરોપીઓનો ભૂતકાળ સ્પષ્ટપણે ગુનાહિત હોવાનો કાયદાકીય અનુમાન થાય છે. સરકાર પક્ષની તમામ રજૂઆતોને અંતે સેશન્સ જજે ત્રણેય આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.