Abtak Media Google News

યુવકને ઢોર મારમારી મોરબી રોડ પર રેલવે સ્ટેશન લાશને ફેંકી દેવાના ગુનામાં ચાર સામે ગુનો નોંધાયો‘તો

શહેરના મોરબી રોડ પરના જુના રેલવે સ્ટેશન પાસે બે વર્ષ પૂર્વે નજીવી બાબતે યુવાનની કરપીણ હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા નામચીન શખ્સની રેગ્યુલર જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.

Advertisement

વધુમાં શહેરના મોરબી રોડ પર જુના રેલવે સ્ટેશનમાંથી લોહી લુહાણ હાલતમાં લાશ પડી હોવાની પોલીસને જાણ થતા સ્ટાફ દોડી જઈ મૃતદેહને હોસ્પિટલે ખસેડી પી.એમ. કરતા હત્યા થયાનું ખુલ્યું હતું.

બાદ પોલીસે અપહરણની યાદીથી મૃતકની ઓળખ ખુલ્લી જેમાં બજરંગવાડી ૧૫માં રહેતો સાહીલ અમૃતલાલ પરમાર હોવાનું તેના પિતાએ ઓળખી બતાવી હતી. બાદ પોલીસે મૃતકના પિતા સુધીરભાઈની ફરિયાદ પરથી સદર બજારમાં રહેતો અનીષ ઉર્ફે ગોલી મહેબુબ સાંધ સહિત ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.

જેલ હવાલે રહેલા અનીષ સાંધે ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી. જેમાં બંને પક્ષોની રજુઆતના અંતે બચાવ પક્ષની રજુઆતમાં પુરાવાની કડી મળતી નથી તેમજ ગ્રાઉન્ડ ઉપરાંત વિવિધ કોર્ટના જજમેન્ટ રજુ કરેલા તે માન્ય રાખી અધિક સેશન્સ જજ આર.એલ.ઠકકરે અનીષ ગોલીના જામીન મંજુર કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં બચાવપક્ષે એડવોકેટ તરીકે ભગીરથસિંહ ડોડીયા, હિમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવીર બારૈયા, વિજયરાજસિંહ જાડેજા અને મિલન જોષી રોકાયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.