Abtak Media Google News

કોઠારીયા રોડ પરથી વિદેશી દારુના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ

શહેરમાં દારુની બંદી ડામવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.

ત્યારે અવાર નવાર વિદેશી દારુના ધંધાર્થીઓ પોલીસ ચોપડે ચડયા છે વધુ બે બનાવમાં ભોજલરામ સોસાયટી ૧૦૮ બોટલ ભરેલી રીક્ષા અને કોઠારીયા રોડ પર છ બોટલ દારુ મળી કુલ રૂ ૭૫,૩૦૦ ના મુદામાલ સાથે બે બુટલેગરોને ઝડપાયા છે. પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબક ભોજલરામ સોસાયટીમાં નગન જગદીશ વાઢેર અને જય કિરણભાઇ ચાવડા રીક્ષામાં વિદેશી દારુની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ જયદીપસિંહ રાણા સહીતના સ્ટાફે દરોડો પાડી રૂ ૪૩,૨૦૦ ની કિંમતની ૧૦૮ બોટલ વિદેશી દારુ અને રીક્ષા મળી કુલ રૂ ૩૭,૨૦૦ ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.

જયારે બીજા બનાવમાં કોઠારીયા રોડ પર વિદેશી દારુની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ પરેશભાઇ સાંગાણી સહીતના સ્ટાફે દરોડો પાડી જયેશ ઉર્ફે બોદીયો ભાઇલાલભાઇ ચૌહાણને રૂ૨૧૦૦ ની કિંમતની વિદેશી દારુની ૬ બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે ત્રણેય બુટલેગર સામે ગુનો નોંધી દારુ કયાંથી અને કોને માટે લાવ્યા હોવાની પુછપરછ આદરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.