Abtak Media Google News

ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પીયનશીપ સ્પર્ધા

ગાંધીનગર સ્થિત ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટસ એકેડમી ખાતે ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા યોજાયેલી 42મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પીયનશીપ કોમ્પિટીશનમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના શૂટરે વધુ બે ગોલ્ડ મેડલ અંકે કરી ઇતિહાસ દોહરાવ્યો છે. જેમાં એણે ઈંજજઋ કેટેગરીમાં સિંગલ ટ્રેપ મેન અને સિંગલ ટ્રેપ જૂનિયર મેન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

આ કોમ્પિટિશનમાં ગુજરાત ભરમાંથી કુલ 190 એથ્લીટ્સે વિવિધ કેટેગરીમાં સિંગલ ટ્રેપ, ડબલ ટ્રેપ અને સ્કીટ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં આઇએસએસ કેટેગરીમાં સિંગલ ટ્રેપ મેન અને સિંગલ ટ્રેપ જુનિયર મેન કેટેગરીમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના ઇન્ટરનેશનલ શૂટર બખ્તિયારૂદીન મલીકે બે ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચવાની સાથે ઝાલાવાડનું નામ ફરી શૂટિંગ સ્પર્ધામાં ગુંજતુ કર્યું હતું. આ ઇવેન્ટનું સફળ સંચાલન ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટસ એકેડમીનવ અધ્યક્ષ વંસત પટેલના માર્ગદર્શનમાં હાથ ધરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.