Abtak Media Google News

દેશમાં દિલ્હી બાદ રાજકોટમાં દ્વિતીય બાલભવનનું નિર્માણ કરાયું હતું

૧૪મી નવેમ્બરના રોજ દેશમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજકોટના ભૂલકાઓને કિલ્લોલ કરાવતું બાલભવન બાળ દિવસે છલકાઈ જશે. દેશ આઝાદ થયા બાદ પ્રથમ બાલભવન દિલ્હીમાં બન્યું હતું. ત્યારબાદ દ્વિતીય બાલભવનનું નિર્માણ રાજકોટ શહેરમાં ૧૯૫૨ની સાલમાં કરવામાં આવ્યું હતું. જેનું ખાતમુહૂર્ત દિવંગત જવાહરલાલ નહેરૂ દ્વારા થયું હતું.વર્ષો બાદ પણ આજે બાલભવનમાં સંગીત, ચિત્ર તેમજ અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધાઓ, વિજ્ઞાન વર્કશોપ, લેબોરેટરી પ્રયોગો, બાલ પુસ્તકાલય, રંગમંચ અભિનય, વાર્તાલેખન, સ્પોર્ટસ એકેડમી, બાસ્કેટ બોલ, ટેનિસ,સ્કેટીંગ ટેબલ ટેનિસ, જેવી ઘણી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.આજની નવી પેઢી શારીરિક રીતે સક્ષમ બને તે માટે વિવિધ રમત-ગમતનું પ્રવૃતિઓ બાલભવન ખાતે કરવામાં આવે છે. કહેવાય છે કે પંડિત નહેરૂ બાળકોને બહુ પ્રેમ કરતા હતા એટલે બાળદિન મનાવવા માટે તેમનો જન્મદિવસ પસંદ કરવામાં આવ્યો.બાળદિનના મુળ ૧૯૨૫માં નખાયા હતા. જયારે બાળકોના કલ્યાણ માટે વર્લ્ડ કોન્ફરન્સમાં બાળદિન મનાવવાની જાહેરાત થઈ. ૧૯૫૦થી બાળ સંરક્ષણ દિવસ એટલે પહેલી જૂને પણ કેટલાક દેશોમાં બાળ દિનના રૂપે મનાવાય છે. દરેક બાળક ખાસ છે અને બાળકોના સારા ભવિષ્ય માટે તેમની મુળભૂત અને ભણતરની જરૂરિયાતોને પુરી કરવી બહુ જરૂરી છે. આ દિવસ બાળકોને યોગ્ય જીવન આપવાની યાદ પણ અપાવી રહી છે.જનાર્દનભાઈ પંડયા જે. બાલભવનના સેક્રેટરી છે જેઓ છેલ્લા ૨૮ વર્ષથી ફરજ નિભાવી રહ્યાં છે. બાલભવનની નેતૃત્વ ટીમએ સક્ષમ ટીમ છે જે બાળકોના શારીરિક માનસિક વિકાસમાં ખૂબ કામ આપે છે. બાળક એ આવતીકાલનું નાગરિક છે એ બાળકનો સારો ઉછેર કરવામાં આવે તો ઘણુ આગળ નામ આવે એમ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.