Abtak Media Google News

જીલ્લા પોલીસ વડા અંતરિપ સુદના હસ્તે કાલે પ્રાણપ્રતિષ્ઠા થશે

ઉપલેટા પોલીસ લાઈનના ગ્રાઉન્ડમાં આવેલ મંદિરમાં બાલાજી હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ગઈકાલથી રંગેચંગે પ્રારંભ થયો હતો. તેમાં શહેરના પ્રતિષ્ઠીત આગેવાનો જોડાયા હતા.

Advertisement

ગઈકાલે સવારથી ૮ થી ૧૨ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત, ગણપતિ પૂજન, સ્વાતિવાચન, નંદિ શ્રદ્ધાદેવ, જલયાત્રા, દેવ આગમન, સ્વાગત પુજન, આર્ય વંદન, બ્રાહ્મણ પૂજન, મંધ્ય પ્રવેશ, વાસ્તપૂજન, યજ્ઞકુંડ, અરણી મહંત થકી અગ્નિ પ્રાગટય, અગ્નિ સ્થાપના બપોર બાદ ૩ થી ૬:૩૦ યજ્ઞકાર્ય કુતિર હોમ, જલાવિધાન સાથ સ્થાપિત દેવતા પૂજન નિરાજનાદિ સહિતના કાર્યક્રમમાં યોજાયા હતા. તેમાં સ્કૂલ બોર્ડના પૂર્વ ચેરમેન નિતિનભાઈ અઘેરા, વિહિપ ભરત રાણપરિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયા, સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન વિક્રમસિંહ સોલંકી, સુધરાઈ સભ્ય અજયભાઈ જાગાણી, પી.આઈ. અલ્પેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા.

Hanuman'S Prana Pratishtha
Hanuman’s Prana Pratishtha

આજે સવારે ૭ થી ૧ સુધી સુર્યોદય પુજા સ્થાપિત, પ્રસાદ, વાસ્તુ, સંપન્નવિધિ બપોરેબાદ ૩ થી ૬:૩૦ સુધી દેવપુજન, ફુલાધિવાસ, ધાન્ય વિવાસામૂર્તિ પતિલોક પાલાવદન યજ્ઞ કાર્ય ચાલુ તત્વ ન્યારા હોમ, શાંતિક પોષ્ટિક હોમ, દેવશૌધિવાસ, નિન્દ્રક લશ, સ્થાપન નાદિ સહિતના કાર્યક્રમો યોજાશે. આવતીકાલે સવારે ૭ થી ૧ વાગ્યા સુધી રાજકોટ જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદના હસ્તે પ્રાસદ સપનમ, દેવ ધ્વજ પૂજન બાદ બાલાજી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

આવતીકાલે સાંજે ૧૦ વાગ્યે ઢાંકની ગારામાં આવેલ મોલા પટેલ નગરમાં ભવ્ય લોક ડાયરો રાખવામાં આવેલ છે. તેમાં બિજરાજદાન ગઢવી, સૌરાષ્ટ્રનું ઘરેણું કહેવાય તેવા લોકગાયક માલદે આહિર, દેવલબેન ભરવાડ, દેવરાજભાઈ ગઢવી, રસિકભાઈ સહિતના કલાકારો પોતાની સુમધુર વાણીનો લાભ આપશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહત્વના મુખ્ય યજમાનપદે ઉપલેટા પોલીસ સ્ટેશનના નિવૃત એ.એસ.આઈ પ્રતાપસિંહ જાડેજા પુત્ર રવિરાજસિંહ જાડેજા, રમેશભાઈ બોદર, નિલેશભાઈ ચાવડા, કનકસિંહ, શિવુભા, ઉપલેટા સ્વામિનારાયણ મંદિરના ધર્મનંદનસ્વામી ઉધલાવદર હનુમાનજી મંદિરના મહંત હરિવલ્લભ સ્વામી ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.