Abtak Media Google News

બ્લુ વ્હેલ ગેઇમ/ બ્લુ વ્હેલ ચેલેન્જ વગેરે નામોથી સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ તથા ઇન્ટરનેટના વિવિધ કોમ્યુનિકેશન પ્લેટફોર્મના ઉપયોગ કરી કયુરેટર એડમિનિસ્ટ્રેટર બનીને યુવાનોને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. તે બાબતને ધ્યાને લઇને રાજકોટ જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટરશ્રી પી.બી.પંડયાએ રાજકોટ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઇ રાજકોટ જિલ્લામાંતા.૦૩.૧૧.૨૦૧૮ સુધી કોઇ પણ પ્લેટફોર્મ (બ્લુ વ્હેલ ગેઇમ/બ્લુ વ્હેલ ચેલેન્જ) મારફતે કયુરેટરના/એડમિનિસ્ટ્રેટરના રોલ પ્લે કરવા, આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથાવ એવી ગેઇમ કે કોમ્યુનિકેશનમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.