Abtak Media Google News

મિત્રતા રાખવા માટે ધમકી આપતા કોડીનારના શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઈમે ગુનો નોંધી અટકાયત કરી

રાજકોટમાં ટેકનોલોજીનો સદઉપયોગ સામે દુરૂપયોગ પણ એટલો જ થઇ રહ્યો છે ત્યારે કાલાવડ રોડ ઉપર રહેતા ૪૫ વર્ષીય પરિણીતાએ ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના અરણેજ ગામના શખ્સ સામે સાયબર પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.જેમાં આ શખ્સે ફેસબુક પર મહિલાના નામે ફેક આઈડી બનાવી તેણી ને મિત્રતા રાખવા માટે દબાણ કરી તેના અંગત ફોટા વાયરલ કરી મિત્રતા રાખવા દબાણ કરતા તેણીએ ફરિયાદ નોંધાવી છે.જે મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

વિગતો મુજબ કાલાવડ રોડ પર રહેતી પરિણીતાએ સાયબર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીના કોડીનારના નીખીલ નોંઘણભાઈ સોલંકીનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે, ગત ૧૩ ઓક્ટોબરના રોજ મારા ફેસબુક ફ્રેન્ડે મને ક્ષેન કરી નીખીલ સોલંકીએ તમારા અશ્લીલ ફોટા તથા બીજા ફોટા મને વોટ્સઅપ પર મોકલ્યા છે તેવું જણાવતા મેં ફોટા મંગાવી સ્ક્રીનશોટ પાડી લીધા હતા આ નીખીલને ૨૦૧૯થી ઓળખું છું મારા ફેસબુક એકાઉન્ટ ઉપર અંજના નીખીલ સોલંકી નામની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવતા મેં એક્સેપ્ટ કરી હતી આ આઈડી તેનો પતિ નીખીલ સોલંકી વાપરતો હતો

ફેસબુક ચેટમાં અમે વાતો કરતા અને મોબાઈલ નંબરની આપલે કરી હતી જેથી બંને વચ્ચે મૈત્રી કેળવાયેલ હતી મને વિશ્વાશમાં લઇ મારા પર્સનલ સેટાની માંગણી કરતા મેં આપ્યા હતા અને રૂબરૂ મળતા ત્યારે પણ મારા ફોટા પાડ્યા હતા તે પછી મેં ઓછું કરી નાખતા તું મારી સાથે મૈત્રી નહિ રાખે તો તારા ફોટા મારી પાસે છે તે વાયરલ કરી નાખીશ તેવી ધમકી આપતો જેથી મેં સબુકમાં આ નીખીલ સોલંકી પત્નીના નામનું એકાઉન્ટ બનાવી મહિલાઓને ફ્રેન્ડ બનાવી હેરાન કરતો હોવાની પોસ્ટ મુકતા તેનો ખાર રાખી મારા અંગત ફોટા વાયરલ કરી નાખ્યા હતા જેથી આ સંદર્ભે અરજી દીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.