Abtak Media Google News

હુતુતુતુ જામી સસ્પેન્ડની ઋતુ…!!!

હજુ એક કવિતાનો વિવાદ પૂરો નથી ત્યાં બીજી કવિતા વાયરલ થતા ખળભળાટ

ગુજરાતી ભવનનાં વડા પ્રો. મનોજ જોષી દ્વારા લખેલ કવિતાએ મોટો વિવાદ સર્જ્યો છે.  ત્યારે કવિતા લખવા બદલ મનોજ જોષીને નોટીસ પાઠવવામાં આવી હતી.  ત્યારે સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાતી ભવનનાં અધ્યક્ષ મનોજ જોષીને સસ્પેન્ડ કરાયા છે. મનોજ જોષીએ યુનિવર્સિટીનાં વિવાદો અંગે કવિતા લખી હતી. ત્યારે કવિતા લખ્યા બાદ કુલપતિએ કારણદર્શક નોટીસ પાઠવી હતી.

તેમજ મનોજ જોષી વિરૂદ્ધ ખાતાકીય તપાસ સોંપાઈ હતી. તેમજ યુનિવર્સિટીએ તાત્કાલિક મનોજ જોષીને સસ્પેન્ડ કરી યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. જો કે ઇતિહાસમાં પ્રથમ વખત કવિતા લખવા બદલ કોઈને સજા થઈ હોય તેવો પ્રથમ કિસ્સો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં આવતા હવે શૈક્ષિક સંઘ લડી લેવાના મૂડમાં આવી ગયું છે. અને એવામાં હવે અન્ય એક કવિતા ફેસબૂક પર વાયરલ થઇ છે.

મળતી માહિતી મુજબ આ કવિતા ફેસબૂકમાં વાયરલ થઇ છે અને તેના શબ્દો છે.

હુતુ તુતુ ….હુંતું તુતુ ….આવી સસ્પેન્ડની ઋતુ…હુતુ તુતુ ….હુતુ તુતુ ક્યારેય બદલાશે આ ઋતુ…..

આ કવિતાએ ભારે ચકચાર જગાવ્યું છે અને હવે કુલપતિ આ કવિતા લખનાર પર એક્શન લેશે કેકેમ તે ચર્ચાએ જોર પકડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.