Abtak Media Google News

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ નિમિતે ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતા માટે પ્રેરણા પ્રોત્સાહન પુરુ પાડવા માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય પરંપરા મુજબ સંતો દ્વારા વૈદિક પૂજનવિધિ કરવામાં આવી હતી. અપૂર્વમુનિ સ્વામીએ પરીક્ષાલક્ષી વકતવ્ય રજુ કરેલું.

3
જેમાં ફાઈવ પી એટલે પોઝીટીવીટી પેશન, પર્ફેકશન, પ્રેકટીસ અને પ્રેયર આ પાંચ મુદા ઉપર અપૂર્વમુનિ સ્વામીએ ખુબ સુંદર વકતવ્ય અને વિડીયો દ્વારા પ્રેઝન્ટેશન આપી ફાઈવ સ્ટાર સ્ટુડન્ટસ બનવાની તરકીબો શીખવાડી હતી. આ કાર્યક્રમમાં રાજકોટના ૭૦ થી વધારે શાળાઓના ૮૫૦૦થી વધારે વિદ્યાર્થીઓ તેમજ શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.