Abtak Media Google News

અબતક -રાજકોટ

Advertisement

“બા” ઘર વૃધ્ધાશ્રમ દ્વારા માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજના સહયોગથી યુની. રોડ પરના રહીશો માટે આરોગ્ય કેમ્પ યોજી સાથે દરેકને ફ્રી માસ્ક, સેનીટાઇઝર, કોરોના સામે ઇમ્યુનીટી બુસ્ટર યુએસએથી મંગાવેલ મલ્ટીવીટામીન ટેબ્લેટ, અને કોવિડ માટે મેડીકેટેડ મીથીલીન બ્લુ સોલ્યુશનનું ફ્રી વિતરત કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં વર્ષોના અનુભવી અને કોરોના નિષ્ણાત ડો.અશોક ભટ્ટ અને ડો.ગોવિંદભાઇ ભાલાળા સેવાઓ આપી હતી. આ કેમ્પ સંસ્થાના કોરોના કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ યોજાયેલ હતો જેમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે રીતે સોસિયલ ડિસ્ટન્સ સાથે આયોજન કરાયુ હતું. કેમ્પમાં આવેલા 470 લોકોને કોરોના પ્રોટેક્ટીવ કીટનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. ફ્રી આપેલ અને કોરોના સંક્રમણ ન ફેલાય, કેવી તકેદારી રાખવી, ખોટી અફવાઓથી બચવુ, વેક્સીન લેવુ, આ મહામારીમાં કેમ એકબીજાને ઉપયોગી થવું આ બાબતે બધાને સમજાવવામાં આવેલ આ અતિ ઉપયોગી કીટોનું વિતરણ મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, ડો.વી.એન. પટેલ, મનુભાઇ મેરજા, દર્શનાબેન પટેલ, ડો.અશોક ભટ્ટ, ડો.ગોવિંદ ભાલાળા, નિનાબેન વજીર, મનાલી વજીરના શુભહસ્તે કરવામાં આવેલ હતું. આ સેવાકાર્યમાં કોઇ સજ્જન પોતાનો સહયોગ/દાન આપવા માંગતા હોય તો સ્વીકાર્ય છે. તદ્ન અનોખી રીતે “બા” ઘર વૃધ્ધાશ્રમ સંસ્થા માનવ કલ્યાણ મંડળ ગુજરાત અને સમસ્ત સમાજના આર્થિક સહયોગથી રાજકોટમાં “હેલ્થ અવેરનેસ કેમ્પ” અલગ-અલગ જગ્યાએ યોજવામાં આવશે. આવા કપરાકાળમાં માનવસેવા એજ જીવન-મંત્ર ગણી સંસ્થાના ટ્રસ્ટીઓ, આયોજકો, દાતાઓ અને સ્વયંસેવકોએ આખા સમાજને સાચી અને જરૂરી સેવાનો નવો રાહચિંધ્યો છે. આ સેવાકાર્યમાં સંસ્થાના ચેરમેન, મુકેશભાઇ મેરજા, પ્રમુખ, ગીતાબે પટેલ, મહામંત્રી  વિભાબેન મેરજા, પરીમલના પ્રમુખ ડો.વી.એન.પટેલ, મનુભાઇ મેરજા, દર્શનાબેન પટેલ, ડો.અશોક ભટ્ટ, ડો.ગોવિંદ ભાલાળા, મનીષાબેન, નિશિતાબેન, પારૂલબેન, મીરાબેન અને દીનેશભાઇ પટેલે જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત લોકોએ સંસ્થાના આ સેવાકાર્યને બિરદાવેલ વધુ માહિતી માટે સંસ્થાના ચેરમેન મુકેશભાઇ મેરજા 94267 37273, સંસ્થાનાં પ્રમુખ ગીતાબેન પટેલ 942916 6766નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.