Abtak Media Google News

પ્રથમ સપ્તાહ દરેક ખેલાડીઓ માટે નિ:શુલ્ક પ્રશિક્ષણ બેચ શરૂ કરાશે: જે માટે રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે

હંમેશા ભણતર સો ખેલકૂદ તેમજ અન્ય પ્રવૃતિઓથી વિધ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને સંપૂર્ણ શિક્ષણ આપતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા વધુ એક યશકલગીમાં પીંછા સમાન, જીનિયસ બાસ્કેટબોલ એકેડમીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યાં ખેલાડીઓને પ્રોફેશનલ કોચ દ્વારા પ્રશિક્ષણ ઉપરાંત સમયાંતરે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટસ, ઉપરાંત વિવિધ શહેરોની અને શાળાઓની ટીમ સાથે ટૂર્નામેન્ટસના આયોજન કરવામાં આવશે. આ માટે રેસકોર્ષ સંકુલમાં એથ્લેટીકસ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ કોર્પોરેશનના બાસ્કેટબોલ કોર્ટ પર જીનિયસ બાસ્કેટબોલ એકેડમીની શરૂઆત આગામી તા.૧ ઓગષ્ટી થવા જઈ રહી છે.

સંસના સપક અને ચેરમેન ડી.વી.મહેતા દ્વારા સંસની શરૂઆતી જ દરેક શાળાઓમાં ખેલકૂદ અને રમત-ગમતને સવિશેષ મહત્વ આપી, બાળકોના સર્વાંગી વિકાસને લક્ષમાં રાખી તમામ પ્રવૃતિઓના આયોજન કરવામાં આવે છે. જીનીયસ બાસ્કેટબોલ એકેડમી શહેરની મધ્યમાં સ્થિતિ આરએમસીના બાસ્કેટબોલ કોર્ટ પણ શ‚ કરવામાં આવનાર છે. અહીં કોઈ પણ શાળાના વિધ્યાર્થીઓ અને ખેલાડીઓ માટે સવાર અને સાંજ એમ અલગ-અલગ બેચીસ રાખવામાં આવશે અને પ્રશિક્ષણ માટે નિષ્ણાંત ટ્રેનીંગ કોચની નિમણૂંક કરવામાં આવશે. જે પ્રોફેશનલ ટ્રેનીંગ આપશે, જેથી પ્રતિભાવંત ખેલાડીઓને યોગ્ય તાલીમ મળી રહે. આ ગ્રાઉન્ડ પર જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટના પણ આયોજન કરાશે. જેથી ખેલાડીઓ તેમની પ્રતિભાઓ પ્રદર્શીત કરી શકે. અત્યાર સુધી ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મેટ્રો શહેરમાં જ રમત-ગમતની પ્રોફેશનલ ટ્રેનીંગ પ્રાપ્ત હતી પરંતુ હવે સૌરાષ્ટ્રના ખેલાડીઓને ઘર આંગણે રાજકોટમાં જ આ જીનિયસ બાસ્કેટબોલ એકેડમીના પ્રારંભી ઉત્તમ તાલીમ પ્રાપ્ત થઈ શકશે.

સંસ દ્વારા બાસ્કેટબોલમાં રસ ધરાવતા તમામ ખેલાડીઓ અને વિર્દ્યાીઓ માટે આગામી ૨૫ જુલાઈી ૩૧ જુલાઈ દરમિયાન એક સપ્તાહ માટે નિ:શુલ્ક કોચીંગ અપાશે જે માટે રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૨૪ જુલાઈ છે. આ માટે ૯૩૨૮૭ ૬૩૪૭૧ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવા સંસની યાદીમાં જણાવાયું છે. આ સમગ્ર આયોજન માટે સંસના ચેરમેન ડી.વી.મહેતા અને સી.ઈ.ઓ. ડીમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં મનિન્દર કૌર કેશવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.