Abtak Media Google News

સર્વર રૂમમાં વીજળી ગુલ થયા બાદ બેટરી અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થઈ : સદનસીબે કોઈને ઇજા ન પહોંચી

ઓચિંતા ધડાકાએ અનેક કર્મચારીઓ હેબતાઈને ઓફિસ છોડી બહાર દોડી ગયા

કલેકટર કચેરીમાં આજે બેટરી બ્લાસ્ટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને લઈને થોડી વાર માટે કચેરીમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો. સર્વર રૂમમાં વીજળી ગુલ થતા અચાનક બેટરી બ્લાસ્ટ થઈ જતા ધડાકો થતા અનેક કર્મચારીઓ હેબતાઈને ઓફિસની બહાર દોડી ગયા હતા.

Advertisement

જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલા સર્વર રૂમમાં આજે અચાનક બેટરી બ્લાસ્ટ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આજે સવારના સમયે વીજળી ગુલ થયા બાદ પાવરના લોડમાં વધારો કે ઘટાડો થતા બેટરી ધડાકાભેર બ્લાસ્ટ થઈ હતી. આ સમયે સર્વર રૂમમાં બે કર્મચારીઓ કામ પણ કરી રહ્યા હતા. જો કે સદનસીબે તેઓને કોઈ ઇજા થઇ ન હતી.

અચાનક થયેલા ધડાકાથી સર્વર રૂમ અને બાજુની ઓફિસના કર્મચારીઓ હેબતાઈ ગયા હતા.અને તેઓએ ઓફિસ બહાર દોડી ગયા હતા. આ બનાવના પગલે થોડી વાર માટે કલેકટર કચેરીમાં ઉહાપોહ મચી ગયો હતો.

સર્વર રૂમમાં કર્મચારીઓને બેસાડવા જોખમી!!

સર્વર રૂમમાં બેટરી સહિતની જોખમી વસ્તુઓ હોય અહીં કર્મચારીઓને બેસવા દેવામાં પૂરેપૂરું જોખમ રહેલું છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર કર્મચારીઓમાં અહીં બેસવા મામલે વિરોધ વંટોળ પણ ઉઠ્યો હતો. પણ ઉપરી કક્ષાએથી આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોય હજુ પણ કર્મચારીઓ ઉપર જોખમ ઉભું છે.

એક કર્મચારીને બેટરી પાસે જ બેસાડવામાં આવતો ’તો, સોશિયલ ડિસ્ટન્સના કારણે જગ્યા બદલવામાં આવી હતી

સર્વર રૂમમાં અંદાજે ૪ જેટલા કર્મચારીઓની જગ્યા છે. જ્યા બેટરીનો સેટ છે તેની પાસે જ એક કર્મચારીની બેઠક વ્યવસ્થા હતી. પણ કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સૂચના હોય જેથી આ કર્મચારીની જગ્યા બદલવામાં આવી હતી. જો આ કર્મચારી આજે પણ તે જગ્યાએ બેસતો હોત તો બેટરી બ્લાસ્ટ થતા એસિડ ઉડયું તે તેના ઉપર પડ્યું હોત અને કર્મચારીને મોટી ઇજા થઇ હોત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.