Abtak Media Google News

હવે ફટ…ફટ…ફટ… અવાજ ભૂતકાળ બને તો નવાઈ નહિ

મોટા અવાજવાળા સાયલેન્સરના કારણે થતા અવાજ પ્રદૂષણથી ભારે નુકસાન થતું હોવાની વાહન વ્યવહાર મંત્રીએ ગૃહમંત્રીને કરી રજૂઆત

મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે. પરંતુ આ અવાજથી અન્ય વાહનચાલકો હેરાન થાય છે રસ્તા પર અનેકવાર મોટા અવાજ બુલેટ લઈને નીકળતા બાઈક સવાર તમે જોયા હશે. જેમની બુલેટના ઘોંઘાટથી કાન ફાટી જાય. જ્યાં સુધી બુલેટ  દૂર ન જાય ત્યાં સુધી કાનમાં ત્રાહિમામ થઈ જાય છે. પરંતુ હવે રાજ્યમાં આવા બુલેટસવારો માટે નિયમ આવવાનો છે. મોટા અવાજ સાથે ફરતા બુલેટ સામે કાર્યવાહી કરવાની રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ પત્ર લખી ગૃહ વિભાગ સમક્ષ માંગણી કરી છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ  એ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને આ માંગણી કરી છે.

Advertisement

વાહન વ્યવહાર મંત્રી દ્વારા સ્પષ્ટ જણાવ્યું કે, કેટલાક લોકો બુલેટને સ્પીડમાં ભારે અવાજ સાથે નીકળતા પોતાનો પ્રભાવ પાડવાના મલિન ઇરાદાથી આ કૃત્ય કરતા હોય છે. તેઓ બુલેટથી એટલો મોટો અવાજ કરે છે કે, નાના બાળકોને કાયમી બહેરાશની તકલીફ થઈ શકે છે. તો કોઈ માટે પણ આ અવાજ જોખમી સાબિત થઈ શકે છે. આવામાં કાનના પડદા પર અસર પડી શકે છે. આસપાસ કોઈ દર્દી હોય તો તેને પણ તેની અસર પહોંચી શકે છે.

મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે. પરંતુ આ અવાજથી અન્ય વાહનચાલકો હેરાન થાય છે. ડ્રાઇવિંગ ઉપરથી કાબૂ ગુમાવવાના કારણે અકસ્માત પણ થતો હોય છે. આમ આ પ્રકારે નીકળતાં વાહનચાલકો સામે ફોજદારી તેમજ દંડનીય કાર્યવાહી કરવાનો આદેશ મંત્રી દ્વારા કરાયો છે.  આવા વાહનચાલકો સામે પગલાં ભરવામાં આવે તેવા આદેશ કૃષિ ગ્રામ વિકાસ વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ ગુજરાત રોડ સેફટી ઓથોરીટી કમિશ્નરને કર્યાં છે. બુલેટ લઇને નીકળતાં અને સાયલેન્સરનો અવાજ બંધ કરાવવામાં આવે તે માટેની રજુઆત ગાંધીનગરના જાગૃત નાગરિકો દ્વારા પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.