Abtak Media Google News

ભારતમાં PUBG ગેમની લતે યુવાવર્ગ એટલું ગાંડુ થયું હતું કે દિવસ રાત માત્ર મોબાઇલમાં એ ગેમ જ રમતાં હતા. બાદમાં ચીન સાથે સંબંધોમાં તકરાર થતા ભારત સરકાર દ્વારા કેટલીક ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ એપ્લિકેશનમાં પબજી ગેમનો પણ સમાવેશ થયો હતો. જો કે પ્રતિબંધ બાદ પબજી ગેમમાં સુધારો વધારો કરી ફરીથી ભારતમાં Battlegrounds Mobile India નામથી લોન્ચ કરવામાં આવી છે.

હવે ભારતીય પબજી લવર્સના રાહતનો અંત આવ્યો છે. દક્ષિણ કોરિયાઇ ગેમ ડેવલપર્સ કંપની Krafton ने Battlegrounds Mobile Indiaએ ભારતમાં લોન્ચિંગના પ્રીરજિસ્ટ્રેશનની તારીખની જાહેરાત કરી છે. ગેમ માટે પ્રી-રજિસ્ટ્રેશન 18 મેના રોજ ગૂગલ પ્લે સ્ટોર પર લાઇવ થશે. જો કે હજુ ગેમ ડેવલપર્સ દ્વારા એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે ગેમ ક્યારે લોન્ચ થશે. એટલું જ નહીં એવું પણ સ્પષ્ટ કર્યું નથી કે iOS પર ક્યારે રીલિઝ થશે. કંપનીએ એક પ્રેસ જાહેરાતમાં કહ્યું કે પ્રી-રજિસ્ટ્રેશન કરનારા ફેન્સ સ્પેસિફિક રિવોર્ડ માટે ક્લેમ કરી શકે છે.

પ્રી-રજિસ્ટ્રેશનના રિવોર્ડ માત્ર ભારતીય પ્લેયર્સ માટે જ હશે. પ્રી-રજિસ્ટર કરનારા યૂઝર્સને ગૂગલ પ્લે સ્ટોર પર જઇ પ્રી-રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે. ગેમ લોન્ચ થયા બાદ ક્લેમ કરવા માટે રિપોર્ડ ઓટોમેટિક સામે આવી જશે. પબજી મોબાઇલની જેમ જ આ ગેમ પણ તમામ યૂઝર્સ માટે રમવું ફ્રી રહેશે. કંપનીએ કહ્યું કે આ વખતે ડેટા સિક્યોરિટી અને પ્રાઇવેસીનું આ વખતે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.