Abtak Media Google News

દેશમાં ત્રણ કરોડ કેસો પેન્ડીંગ, ૬૭ ટકા કેદી જેલમાં: ભારતમાં ૧૮૦૦ સામે અમેરિકામાં ૨૦૦ વ્યક્તિ એક એડવોકેટ વકીલોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચીફ જસ્ટીસ ગોગાઈની બાહેંધરી: ગુજરાતનું પ્રતિનિધિત્વ દિલીપ પટેલે કર્યું

બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટના ૪૬માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગાઈના સન્માનનો કાર્યક્રમ દિલ્હી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના હોલમાં સર્વોચ્ચ અદાલતના જસ્ટીસો અદ્રણ મીશ્રા, એન.વી.રામન્નાના અધ્યક્ષ સ્થાને યોજાયો.

આ કાર્યક્રમમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન મીશ્રા, વા.ચેરમેન સતીષ એબ્રાઉ, કો.ચેરમેન અશોકકુમાર, એસ.પ્રસાદ સહિતના ભારતના વિવિધ રાજયોના બાર કાઉન્સીલના મેમ્બરો દ્વારા ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા રંજન ગોગાઈનું ફુલહારથી ભવ્ય સન્માન કરાયું હતું. આ સમયે ગુજરાત મેમ્બર દિલીપ પટેલ પણ હાજર રહ્યાં હતા.

બી.સી.આઈ.ના ચેરમેન પ્રાસંગીક પ્રવચનમાં સમગ્ર ભારતના વકીલોને પડતી મુશ્કેલીઓ તથા વકીલોને કોર્ટમાં નહીં મળતી સુવિધા સહિતના મુદ્દા અંગે વકતવ્ય આપેલું હતું. તેના અનુસંધાને ચીફ જસ્ટીસ રંજન ગોગાઈએ જણાવેલું કે બારમાં જયારે પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. તમારી શુભેચ્છા મારા માટે ખૂબ જ મહત્વની છે. એમાં કેટલી સફળતા મળશે તે ખબર નથી પરંપતુ તમારા લોકોનો વિશ્વાસ મારી સાથે રહેશે તેમ જણાવેલ હતું.

વધુમાં જણાવેલ કે, અન્ય જસ્ટીસો, સીનયર એડવોકેટ, વકીલો આજના કાર્યક્રમમાં આવેલા છે તે મને ખુબ જ પસંદ આવેલું છે. મારી ભાવના વર્ણન કરવા મારી પાસે કોઈ શબ્દ નથી મેં ૨૩ થી ૨૪ વર્ષ વકીલાત કરેલી છે. બાર અને બેન્ચ એક જ કહેવાયા તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને જણાવેલ કે મેં આસમમાં જઈ કોર્ટ બિલ્ડીંગ બંધાવેલું ત્યારે વકીલોની આવશ્યકતાને ધ્યાને લેવામાં આવેલી હતી. ભારતમાં ૧૮૦૦ વ્યક્તિ એક વકીલ છે જયારે અમેરિકા જેવા વિકસીત દેશમાં ૨૦૦ વ્યક્તિ એક વકીલ છે.

બાર કાઉન્સીલો તેનું અગત્યનું ફંકશન કોલેજ, લો યુનિવર્સિટી, વિવિધ રાજયોમાં જઈ વિઝીટ કરવી અથવા રાજય બાર કાઉન્સીલને ઈન્શ્પેકશનનું કહેવું જેથી સારા વકીલો મળે તે માટે નિયમીત રહેવું જોઈએ અને લીગલ સર્વિસ માટે કામ કરવું અત્યારે ભારતમાં ત્રણ કરોડ જેટલા કેઈસ પેન્ડીંગ છે અને સાથે સાથે પડત કેઈસોની સંખ્યામાં વધારો થતો રહે છે. સુપ્રીમ કોર્ટ જજોની નિયુકત માટે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનો પણ અભિપ્રાય લેવો જોઈએ તેમ જણાવેલું હતું.

ઉપરોકત ૬૭% કેદીઓ જેલમાં રહેલ છે અન્ડર ટ્રાયલ પ્રીઝનર છે. લીગલ એઈડ એક ઉમદા વકીલની સર્વિસ છે તે વીશે ધ્યાન આપે. આ તબકકે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના વિવિધ રાજયોના પ્રતીનીધિ મેમ્બરો, દિલીપ પટેલ, વિજય ભટ્ટ, કે.કે.વેણુગોપાલ, રામચંદ્ર રાવ, ભોજ ચાન્દર ઠાકુર, ડેબી પ્રસાદ, અમીત રાણા, રો એન, ટી.એસ.અજીત, પ્રતાપ મહેતા, દીનેશ પાઠક અને વા.આર.સદાશીવા સહિતનાએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.