Abtak Media Google News

વેલફેર ફંડ, બજેટમાં રકમ ફાળવવા, નવા વકીલોને સ્પાઇપેન્ડ પેન્શન અને સરકારી કમિશનરોમાં વકીલોની નિમણુંક સહિતની માંગ

આજે તમામ બારને રજુઆત  ૧૧ ફેબ્રુઆરીએ બાર ઠરાવ કરી તંત્રને આવેદન પત્ર પાઠવ્યું

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા વડાપ્રધાન, કાયદામંત્રી અને કાયદા સચિવને વકીલોને પડતી મુશ્કેલીઓ અંગે પત્ર લખી અને રજુઆત કરી હતી. જેના અનુસંધાને ર ફેબ્રુઆરીના રોજ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ભવનમા દેશની દરેક બાર કાઉન્સીલના ચેરમેનો તથા દિલ્હી બાર એસો.ની જોઇન્ટ મીટીંગના અને તેમાં તમામ બાર કાઉન્સીલો તથા અન્યોને કેન્દ્ર સરકાર પાસે માંગણી સંંબંધે આંદોલન કરવાનું નકકી કરેલું હોવાનું બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દીલીપભાઇ પટેલ જણાવેલું છે.

આ જોઇન્ટ મીટીંગમાં રાજયની બાર કાઉન્સીલ તથા દિલ્હી બાર એસો. દ્વારા કેન્દ્ર સરકાર સામે કાયદાકીય વ્યવસાયનું ધોરણ ઉચુ લાવવા સુધારા કરવા અને વકીલો માટે વેલફેરની ડીમાંડમાં ભારતના તમામ વકીલોના પરીવાર માટે રૂ ર૦ લાખ સુધીનો ઇન્શ્યોરન્સ કવર કરવું,  મેડીકલ સારવાર અને ફ્રી મેડીકલેઇમ મળે તથા પાંચ વર્ષ સુધી નવા વકીલો માટે દર મહીને રૂ દશ હજાર સુધીનું સ્ટાઇપેન્ડ ચુકવવા તથા વકીલનું મૃત્યુ થાય તો તેમના પરિવારને રૂ પ૦ હજાર સુધી દર મહીને જીવન નિર્વાહ માટે પેન્શન આપવું.

વકીલો માટે પાર્લામેન્ટ દ્વારા તેમના રક્ષણ માટે સંરક્ષણ ધારો બનાવવો, તેમજ દેશના તમામ ન્યાયમંદીરોમાં પુરતી સુવિધા લાઇબ્રેરી ઇ-લાયબ્રેરી, ઇન્ટરનેેટ, તેમજ મહીલા વકીલ માટે અલગ સુવિધાઓ ઉભી કરવી. વકીલોને ઘર બનાવવા માટેે તથા લાઇબ્રેરી અને વ્હીકલ માટે વગર વ્યાજની લોન આપવી તથા વ્યાજબી દરે જમીન આપવી કેન્દ્ર સરકાર વકીલો માટે રૂ ૫૦ કરોડ બજેટમાં ફાળવવા માંગ કરેલ છે.

કાયદાકીય સર્વિસ ઓથોરીટી એકટ હેઠળ કાયદામાં સુધારાઓ કરવા દરેક સરકારી જગ્યાઓ જેમાં  રીટાયર્ડ જજ, જયુડીશ્યલ ઓફીસર, પ્રીસાઇડીંગ ઓફીસર, ટ્રીબ્યુનલ, કમીશનના માત્ર જજો જ નહીં પરંતુ પ્રીસાઇડીંગ ઓફીસરની જરુર હોય તે જગ્યાએ વકીલોની પણ નિમણુંક કરવી તેમજ કોઇપણ વકીલની ઉમર ૬૫ વર્ષથી નીચેના હોય તેમનું અકસ્માત, હત્યા કે રોગથીમૃત્યુ થાય તો સરકારે તેમના ફેમીલી માટે અથવા આશ્રિતને રૂ ૫૦ ઇાખની સહાયની રકમ આપવી.કેન્દ્ર સરકારે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા અને સ્ટેટ બાર કાઉન્સીલની કમીટી બનાવવા કેન્દ્ર સરકારે મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા રદ કરેલી તે રીતે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા રદ ન કરે અને તેની સ્વતંત્રતાના બચાવ માટે દેશભરના તમામ વકીલોએ જલદ આંદોલન કરવું.

૮ ફેબ્રુઆરીના રોજ તમામ બાર એસો. ને રજુઆત કરવી. અને ૧૧ ફેબ્રુઆરીએ દેશના તમામ બાર એસો.ને ઠરાવ કરી મામલતદાર અથવા કલેકટર દ્વારા રજુઆતો કેન્દ્ર સરકારને મોકલવા કાર્યક્રમ કરવો.

૧ર ફેબ્રુઆરીના રોજ બાર કાઉન્સીલોએ ગાંધી ચીદયા માર્ગે હાઇકોર્ટથી ગવર્નર ના ઘર સુધી જઇ વડાપ્રધાાનને ગવર્નર માંગણીઓ મુકવી તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન દીપેનભાઇ દવે, વા. ચેરમેન પી.ડી.પટેલ, ઓ.જી. ચેરમેન કરણસિંહ વાઘેલા, અનીલ કેલ્લા, કિશોરભાઇ ત્રિવેદી,સી.કે. પટેલ, આર.જી. શાહ,: જીતુભાઇ ગોળવાળા, મનોજ અનડકટ, કીરીટભાઇ બારોટ નલીનભાઇ પટેલ અને હિતેશભાઇ પટેલ સહીતનાની ઉ૫સ્થિતિ બેઠકમાં નિર્ણય લેવાયો તેમ બી.સી.આઇ. ના મેમ્બરના દિલીપ પટેલની યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.