Abtak Media Google News

બ્રેન સ્ટ્રોક આવતા પૂર્વેજ તમારું શરીર ચેતવણી આપે છે, જેને ઓળખી નિદાન કરવું જરૂરી !!!

બ્રેઇન સ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ રોગ મોટે ભાગે યુવા વસ્તીમાં જોવા મળી રહ્યો છે. બ્રેઇન સ્ટ્રોક એ ન્યુરોલોજીકલ સ્થિતિ છે જેમાં મગજની અંદર અચાનક હુમલો આવે છે. બ્રેઇન સ્ટ્રોકની સમસ્યા આપણા મગજને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ ફાટવાથી થાય છે અથવા મગજની ચેતામાં અવરોધ ઊભો થાય છે. દેશમાં દર વર્ષે લગભગ 18 લાખ લોકો બ્રેઈન સ્ટ્રોકની સમસ્યાનો સામનો કરે છે અને આમાંથી લગભગ 30 ટકા લોકો તેનાથી મૃત્યુ પામે છે.

બ્રેન સ્ટ્રોક કે મગજનો હુમલો આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. તે આપણા મગજના અમુક ભાગને નુકસાન પહોંચાડે છે અથવા તે તેની અતિશય તીવ્ર કારણે અપંગતા અથવા મૃત્યુ તરફ દોરી શકે છે. સમયસર સારવાર થઈ શકે તે માટે સ્ટ્રોકના લક્ષણો જાણવા આપણા માટે ખૂબ જ જરૂરી છે. ન્યુરોલોજિસ્ટનું માનવું છે કે જે લોકો સ્ટ્રોકથી પીડાતા હોય અથવા તો આ ગંભીર રોગનું ભોગ ન બનવું હોય તો તેઓએ તેમના જીવનશૈલીમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે સાથો સાથ તેઓએ નિયમિત કસરત અને ઓછા ફેટવાળું ખોરાક લેવો અનિવાર્ય છે

જેમાં ફ્રૂટ શાકભાજી અને ધાન્ય ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. જે લોકો ઓછા મીઠું પોતાના ખોરાકમાં લેતા હોય તેમને સ્ટ્રોક આવવા ની શક્યતા મહદ અંશે ઘટી જતી હોય છે પરંતુ માથામાં દુખાવો અથવા બોલવામાં તકલીફ પડવી,  ચાલવામાં તકલીફ પડવી. આ જો સ્થિતિ કોઈ વ્યક્તિને ઉદ્ભવે તો આ ચિન્હોને તેઓએ ગંભીરતાથી લેવા ખૂબ જરૂરી છે.

બ્રેન સ્ટ્રોક આવવા પૂર્વેના લક્ષણો

  • બ્રેન સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણો એકદમ સામાન્ય હોય છે. અને તે કારણ છે કે લોકો તેને ગંભીરતાથી લેતા નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે ચક્કર આવવા, માથું ફરવું, ચક્કર આવીને પડી જવું આ બધા બ્રેન સ્ટ્રોકના લક્ષણ હોઈ શકે છે. જો આવું કંઈ પણ થાય છે, તો તમારે તમારા હેલ્થ એક્સપર્ટની તાત્કાલિક સલાહ લેવી જોઈએ.
  • કેટલીક વખત આ ચિહ્નો સ્ટ્રોક આવવાના અઠવાડિયા અથવા મહિનાઓ પહેલાં અથવા પછી ઉભરી શકે છે. સ્ટ્રોક પહેલાંના સંકેતો હળવા અને ક્ષણિક ઇસ્કેમિક એટેક છે. જ્યારે તમને મગજનો સામાન્ય હુમલો આવે છે, ત્યારે તેનું એક મોટું કારણ મગજમાં ઓક્સિજનની અસ્થાયી અછત હોઈ શકે છે.
  • જો તમને અચાનક ચક્કર આવે છે, શરીરનું સંતુલન જાળવવામાં તકલીફ પડે છે અથવા વધારે પ્રકાશમાં જોઇ શકતા નથી, તો તે બ્રેન સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે.
  • કોઈ મોટી સમસ્યા વગર માથામાં અચાનક દુ:ખાવો થવો અને ચાલવામાં તકલીફ થવી એ બ્રેન સ્ટ્રોકનો મોટો સંકેત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.