Abtak Media Google News

ગુર્જર સહિતની પાંચ જાતિઓને ૧ ટકા આરક્ષણ આપવાની સમજુતી પર અમલ નહિ થાય તો ૭ જુલાઇએ યોજાનાર પી.એમ. મોદીની સભાનો વિરોધ થશે -હિંમત સિંઘજયપુર

રાજસ્થાનમાં ગુર્જર સમાજે ફરી એક વખત સરકાર સામે અનામતને લઇ મોરચો માંડયો છે. અગાઉ થયેલી સમજુતીઓ પર અમલ ન થતાં ગુર્જરોમાં ભારે રોષ ભભૂકયો છે અને વસુંધરા સરકાર સામે આક્રોશ વ્યકત કર્યો છે. સાત જુલાઇના રોજ જયપુરમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનો તીવ્ર વિરોધ કરવાની ચીમકી આપી આજ સાંજ સુધીનું વસુંધરા સરકારને ગુર્જરોએ અલ્ટીમેટમ આપ્યું છે જેને પગલે રાજસ્થાનમાં ગુર્જરો માટે આજે અનામતનો નિર્ણય થવાનો છે.

આગામી ર૦૧૯ની લોકસભાની ચુંટણીને ઘ્યાને રાખી આ મુદ્દે નિર્ણય લેવાય તેમાં કોઇ શંકા નથી. મોસ્ટ બેકવર્ડ કલાસ એમબીસીને ૧ ટકા અનામત આપવાની સમજુતીનો અમલ કરવાનો વસુંધરા સરકાર નિર્ણય લઇ ગુજજરો સહીતના વર્ગોને મનાવવાનો પ્રયાસ કરશે.

ઉલ્લેખનીય છે કે ગુર્જર નેતાઓ અને સરકાર વચ્ચે અગાઉ એવી સમજુતી થઇ હતી કે ગુર્જર સહીત રબારી, ગાડીગા, લુહાર, રાયકા અને બંજારાઓને અત્યાર સુધીની જેમ જ ઓબીસીમાં આરક્ષણ મળતુ રહેશે પણ આ સાથે ૧ ટકા અનામત અલગથી મોસ્ટ બેકવર્ડ કલાસમાં પણ મળશે આ સમજુતી મુબજ સરકારી નોકરીઓમાં ભર્તીથી લઇ તમામ લાભ આ પાંચ જાતિઓને મળશે પરંતુ અત્યાર સુધીમાં આ વિશે કોઇ અમલ ન થતા ગુર્જર સમાજમાં નારાજગી પ્રવર્તી છે. અને સોમવાર સાંજ સુધીમાં આ મામલે નિર્ણય કરવા રાજસ્થાન સરકારને અલ્ટીમેટમ પાઠવ્યું છે.

ગુર્જર આરક્ષણ સંધર્ષ સમીતીએ ગઇકાલે કેબીનેટ મંત્રીઓ સાથે બેઠક કરી સરકાર સામે નારાજગી રજુ કરી હતી ગુર્જર સમાજના લીડર હિંમત સિંઘે બેઠકમાં કહ્યું હતું કે રાજસ્થાન સરકારને અમે આ માટે સોમવાર સાંજ સુધીનો સમય આપ્યો છે. અને જો સમજુતી પર અમલ કરી અમને અનામત લાભ નહિ અપાય તો ૭ જુલાઇએ રાજસ્થાનમાં પીએમ મોદીની સભાનો વિરોધ કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.