Abtak Media Google News

મૃતકોના પરિવારજનોને રૂ.૨ લાખની સહાયની જાહેરાત: બસ ઓવર લોડેડ હોવાથી કરુણાંતિકા સર્જાઈ

ઉત્તરાખંડના ઈતિહાસમાં સૌથી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગઢવાલ જિલ્લામાં એક પ્રવાસી બસ ૨૦૦ મીટર ઉંડી ખીણમાં ખાબકતા ૪૮ મુસાફરોના મોત નિપજયા છે. જયારે અન્ય ૧૧ પ્રવાસીઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ કરૂણ અકસ્માતમાં ૪૫ પ્રવાસીઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. સવારે ૮:૪૦ કલાકે નૈનીતાલ જિલ્લાના રામનગર ખાતે જઈ રહેલી મીની બસને પીપલી-ભોન માર્ગ પર અકસ્માત નડયો હતો. કુઈન ગામ નજીક બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી.

ઘટનાના પગલે પૈવડી પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હેલીકોપ્ટરના માધ્યમથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલ પ્રવાસીઓને હેલીકોપ્ટર મારફતે રામનગર અને હલ્દવાનીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સારવાર દરમિયાન ત્રણ મુસાફરોના મોત નિપજયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, આ મીની બસની ક્ષમતા માત્ર ૨૮ પ્રવાસીઓની હતી જો કે, તેમાં ઠાસી-ઠાસીને ૫૮ પ્રવાસીઓ ભરવામાં આવ્યા હતા અને ભાર વધી જવાના કારણે અકસ્માસ સર્જાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.