Abtak Media Google News

ગોંડલ ખાતે પૂ.ડુંગરસિંહજી મ.સા.ની ૧૯૭મી પુણ્યતિથિની ભાવભેર ઉજવણી

ગોંડલ સંપ્રદાયના આદ્યસ્થાપક પૂ.ડુંગરસિંહજી મ.સા.ની ૧૯૭મી પુણ્યતિથિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગોંડલ ખાતે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની ઉપસ્થિતિમાં શોભાયાત્રા, નવકારશી, સંઘ જમણ સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ રહી હતી.

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.એ સમાજને વિઝેનરી બનવા માટે નમ્ર ટકોર કરી હતી. ઉપરાંત તેઓએ સંપ્રદાયને સંબોધીને ચાતુર્માસ વ્યવસ્થિત રીતે ગાળવાનો અનુરોધ કર્યો હતો ત્યારે જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠે મહારાજ સાહેબની આજ્ઞાને ઝીલી ખાતરી આપી હતી.

Dsc 0043આ ઉજવણીમાં રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. સાથે પૂ.સુશાંતમુનિ મ.સા., પૂ.ભદ્રાબાઈ મ.સ. અને પૂ.વિરમતીબાઈ મ.સ. સહિત ૫૦થી વધુ સતીઓની હાજરી રહી હતી.

પૂ.ડુંગરસિંહજી મ.સા.ની ૧૯૭મી પુણ્યતિથિના અવસરે સોનેરી કેળોની સાક્ષીએ અનેક સંતોએ ગોંડલમાં પાવન પદાર્પણ કર્યું હતું. સવારે ગોંડલ નવાગઢ સંઘ દ્વારા બેલાણી વાડી ખાતે નવકારરાશી યોજાઈ હતી. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.

આ શોભાયાત્રા ડુંગરદાદાની મહેર છે, સર્વત્ર ધર્મ‚પી લીલા લહેર છે ના ગગનભેદી નાદ સાથે ગોંડલના રાજમાર્ગો પર ફરી હતી.

આ શોભાયાત્રા ડુંગરસિંહજી પટાંગણ ખાતે ધર્મસભામાં પરિવર્તીત થઈ હતી જયાં મહારાજ સાહેબોએ ભાવિકોને સંબોધ્યા હતા.

Dsc 0040પૂ.ડુંગરસિંહજી મ.સા.ની ૧૯૭મી પુણ્યતિથિની ઉજવણી બાદ ગોંડલ સંપ્રદાયના સાધ્વીરત્ન વિરલપ્રજ્ઞા પૂ.વિરમતીબાઈ મ.સા.ના સંયમજીવનમાં ૫૦ વર્ષ પૂર્ણ થતા હોય તે નિમિતે આગામી તા.૪ થી ત્રિ-દિવસીય સંયમ-અનુમોદના શિબિરનું ગોંડલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ગાદીના ગામ ગોંડલ ખાતે પૂ.ડુંગરસિંહજી મ.સા.ની પૂણ્યતિથિની ઉજવણીમાં સૌરાષ્ટ્રભરના સંઘોના પદાધિકારીઓ તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.