Abtak Media Google News

સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ભાવાંજલિ સાથે એકતા યાત્રાનો આરંભ કરાવ્યો: લોકો હોશભેર જોડાયા

ગુજરાતના કેવળિયા ગામ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામેલ છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વ સમસ્તમાં યોચિત આદરાંજલિ આપવા માટે ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી પ્રતિમાના નિર્માણ સેવેલું સોણલું સ્વપ્નું સાકાર થયું છે. જેના અનુસંધાને રાજ્યમાં એકતા રયાત્રાના પરિભ્રમણ દ્વારા સરદારને ભાવાંજલિ આપવા માટેની એકતા રયાત્રા યોજવામાં આવેલ છે. જેના અનુસંધાને આજ મનપા દ્વારા વોર્ડ નં.૦૧માં એકતા રયાત્રા કાર્યક્રમ યોજાયો. ભાવાંજલિ સાથે એકતા રથયાત્રાનો પ્રારંભ સાંસદ  મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે કરાયો હતો. Rmc Mayor 1

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવેલ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૮૨ મીટર ઉચાઇ ધરાવતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રોજેકટ રૂ. ૨,૩૩૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટમાં અંદાજે ૭૦ હજાર ટન સિમેન્ટ, ૧૮,૫૦૦ ટન રીઇન્ફોર્સમેન્ટ સ્ટીલ, ૬,૦૦૦ ટન સ્ટ્રક્ચર સ્ટીલનો ઉપયોગ યેલ છે. બોન્ઝ આવરણ ધરાવતી વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમામાં ૨૨,૬૦૦ ચો.મી. આવરણ અને ૧૭૦૦ મેટ્રિક ટન વજન ધરાવે છે.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી જણાવેલ કે, વિશ્વની સૌથી ૧૮૨ મીટર ઊંચાઈ ધરાવતી આ પ્રતિમા છે. સરદાર પટેલની વિશાળ પ્રતિમાથી પ્રવાસન ઉદ્યોગને અદભુત વેગ મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર બંધના હેઠવાસમાં ૩.૨ કિ.મી. દૂર નર્મદા નદી મધ્યે સાધુ બેટ ઉપર નિર્માણ કરવામાં આવ્યું છે.Rmc Mayor 11

આ પ્રસંગે સૌ પ્રથમ ઉપસ્થિત રહેલ મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. ત્યારબાદ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરાયેલ, જયારે કોર્પોરેટર બાબભાઈ આહીર દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. વોર્ડ નં.૦૧માં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી દ્વારા આરતી કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.