Abtak Media Google News

આ યોજનાનો લાભ લેવા હોસ્પિટલમાં જતી વખતે રાશનકાર્ડ, આધારકાર્ડ કે અન્ય ઓળખપત્ર સાથે રાખવું જરૂરી

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં દુધનીના રહેવાસી ઈન્દુ વાગડ યોજનાનો લાભ લેનાર પ્રથમ લાભાર્થી બની ઈન્દુ વાગડને વિનોબાભાવે હોસ્પિટલમાં ૬ ઓકટોબરે સાપ કરડતા ઈલાજ માટે ખસેડવામાં આવ્યા અને ૯ ઓકટોબરે સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. અન્ય એક લાભાર્થી ડોક મરડીના આરિફભાઈ ગોગડા અને બાવીસા ફળિયા કિરણ મિશ્રા તેમજ દમણના લાભાર્થી ચિમન ડેરકા અને ટેઓડોલિંડા લોપેજને પણ યોજના અંતર્ગત લાભ મળી ચુકયો છે અને બધા લાભાર્થી યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર કરાવી સ્વસ્થ અને ખુશ છે.

Advertisement

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે ભારત સરકારની એક સ્વાસ્થ્ય વિમા યોજના છે.

જેમાં આખા દેશમાં લાગુ કરાઈ છે. આ યોજનાનો ઉદેશ્ય આર્થિક‚પે કમજોર લોકોને પાંચ લાખ સુધીની કેંશરહિત સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. આ યોજનાના લાભાર્થીઓને સામાજિક-આર્થિક જાતિ જનગણના ૨૦૧૧ના આધાર પર કરવામાં આવ્યા છે. જો તમે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી તેમજ દમણ દીવમાં ૨૦૧૧માં કે તેના પહેલા રહેતા હોય અને તમારા પરીવારનું નામાંકન આ યોજનાની સુચીમાં હોય તો પણ તમને આ યોજનાનો લાભ મળશે.

સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા બે અન્ય શ્રેણીઓએ પણ આ યોજનામાં સમાવવામાં આવી છે. જેમાં બધા નિવાસી પરીવાર જેમથી વાર્ષિક આવક ૧ લાખથી ઓછી છે તેમણે પ્રિમીયમની રકમ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા કરાશે અને પ્રદેશના અન્ય નિવાસી પરીવાર જેમની વાર્ષિક આવક ૧ લાખથી વધારે છે. તેઓ પોતાનું પ્રિમીયમ જાતે જ ભરી શકશે.

આ યોજનામાં રૂ.પાંચ લાખની વીમો પ્રતિ વર્ષ પ્રતિ પરીવાર આપવામાં આવશે. પરીવારના લોકોની સંખ્યા વર્ષનો કોઈ પ્રતિબંધ નથી અને પહેલાથી જ કોઈ બિમારી હોય તો પણ પોલીસી વિમો મળશે.

આ યોજનાની વિસ્તૃત જાણકારી આપતા નિર્દેશક, ચિકિત્સા તેમજ સ્વાસ્થ્ય દાદરનગર હવેલી તેમજ દમણ દીવ, ડો.વી.કે.દાસે જણાવ્યું કે યોજના અંતર્ગત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી તેમજ દમણ દીવમાં નામાંકન પ્રક્રિયા અને યોજનાની સૂચિ સામેલ છે. યોજનાનો લાભ લેવા હોસ્પિટલમાં જતી વખતે રાશનકાર્ડ, આધારકાર્ડ કે અન્ય ઓળખપત્ર અવશ્ય લઈ જવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.