Abtak Media Google News

શું તમે એવું સાંભળ્યું છે કે દરરોજ વાળમાં તેલ નાખવાથી વાળ જલ્દીથી સફેદ થઇ જાય છે. અરે તેવું બિલકુલ નથી. પરંતુ દરરોજ વાળમાં તેલ નાખવાથી વાળ મજબૂત થાય છે અને જલ્દીથી સફેદ પણ થતાં નથી. વાળમાં ગરમ સરસિયાંના તેલની માલિશના ફાયદા, હા બસ એક સમસ્યા રહે છે કે વાળમાં તેલ પડ્યું રહેવાથી તેમાં ગંદકી વધારે ચોંટે છે અને બરોબર ના ધોવાય તો તે વાળ ખરવાના શરૂ થઇ જાય છે. તેથી દરરોજ વાળને ધોવા જરૂરી થઇ જાય છે.

વાળ માટે કયું તેલ છે બેસ્ટ?  નારિયેળ કે બદામ તેલ?  વાળમાં તેલ લગાવ્યા પછી ગરમ પાણીથી ધોવાથી પૂરેપૂરું તેલ અને ચિકાસ નીકળી જાય.

આવો જાણીએ નિયમિત રીતે તેલ લગાવવાથી શું ફાયદા થઈ છે.

. ડ્રાય ન રહે  

જો તમારા વાળ વધારે ડ્રાય હોય તો દરરોજે તેલ લગાડો અને વાળને પૂરતુ પોષણ આપો, તેનાથી તમારા વાળ ડ્રાય તાં બંધ થઇ જશે.

.મુલાયમ અને ચમકદાર વાળ

તેલથી સારી રીતે મસાજ કરવાથી વાળ સુંવાળા તેમજ મુલાયમ અને ચમકદાર બને છે. આમ કરવાથી માથામાં લોહીનું ભ્રમણ પણ સારું થાય છે. માથાની ત્વચામાં ખોડાથી છુટકારો મળી જાય છે.

.પ્રદુષણી બચાવ

વાળમાં તેલ પડ્યું રહેવાથી તેમાં સીધી ગંદકી લાગતી નથી પરંતુ તેલ વાળા વાળમાં જ ગંદકી ચોંટી જાય છે. તેના કારણે વાળને ધોવાથી તેની સો ગંદકી નિકળી જાય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની પણ બાલ પર અસર પડતી નથી.

.વાળને સફેદ તાં બચાવો

વાળમાં નિયમિત તેલ લગાવવાથી તે જલ્દીથી સફેદ થતાં નથી. દરરોજે રાતે ૧૦ મિનીટ સુધી વાળમાં તેલ નાખીને મસાજ કરવાથી વાળના મુળિયાને પૂરતું પોષણ મળે છે.

.ખોડો દૂર કરે

જો તમારા વાળમાં વધારે ખોડો હોય તેનો અર્થ છે કે તમારી સ્કીન ડ્રાય છે, તેલની નિયમિત મસાજ કરવાથી આ ડ્રાયનેસ ઓછી થઇ જાય છે.

.વાળને પ્રોટીન મળે

વાળમાં તેલ નાખવાથી વાળમાં પ્રોટીન મળે છે તેનાથી વાળ મજબૂત બને છે. બદામનું તેલ, આંબળાનું તેલ તેમજ સરસિયાનું તેલ નાખવાથી વાળ સારા થાય છે.

.વાળને લાંબા કરો

જે છોકરીઓને લાંબા વાળનો શોખિન છે તો તમે સૌથી પહેલા તમારા વાળને મજબૂત બનાવો અને તેલ લગાવીને પોષિત કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.