લાભ પાંચમના છે આટલાં લાભ…

દિવાળીનાં તહેવારોની રંગત જામી છે ત્યારે દિવાળી પર્વનો છેલો દિવસ એટલે લાભ પાંચમ જેને લાખેણી પાંચમ તકરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. પાંચમ બીઝનેશ  સરુ કરવા માટે ખુભ શુભ દિવસ ગણાય છે. તેમજ જૈન ધર્મમાં લાભ પાંચમનાં દિવસે પુસ્તકોનું પૂજન કરી વધુ જ્ઞાન પ્રાપ્તીની પ્રાર્થના કરવામાં આવે છે .

આ ઉપરાંત જે લોકોએ દિવાળીમાં ચોપડા પૂજન ન કર્યું હોય તેઓ લાભ પાંચમના દિવસે પૂજન કરી દુકાન અને વેપારનો શુભારંભ કરવાનું ચુકતા નથી. દિવાળીમાં અંતિમ પર્વનાં દિવસે પણ લોકો સગા સબંધીના ઘરે શુભકામના પાઠવવા જાય છે જેનું સ્વાગત મીઠું મોઢું કરવામાં આવે છે સાથે સાથે જીવનમાં પણ એવી જ મીઠાશ બરકરાર રહે તેવી સુભેચ્છાઑ પાઠવે છે.

લાભનો અર્થ ખુબ સારું એવો થાય છે. એને એટલે જ લાભ પાંચમનાં દિવસે લોકો સારા કર્યો , સારા સંકલ્પો, સમૃદ્ધિની પ્રાર્થના કરે છે જે જીવન અને સંબંધ માટે ખુબ લાભદાયી રહે છે આ ઉપરાંત સાધુ સંતોનું માનવું છે કે સૌથી ઉતમ લાભ એ છે કે તમે સારા માણસ બનો જેનાથી તમને ખરા અર્થમાં ઈશ્વર પ્રાપ્તી થસે, અને એટલે જ કેહવાય છે કે જેણે પોતાના દિલમાં ભગવાનને વસાવ્યા છે તે જ ખરા અર્થમાં લાભકારક જીવન જીતનારો છે. અંતરનો ઉજાશ એ જ દિવાળી છે. આ એ પર્વ છે જ્યારે તમે તમારા દોષ, ખોટી આદતો, અવગુણો અને અંતર માં છવાયેલાં અંધકારને દૂર કરી નવા ઉજાશ તરફ આગડ વધો અને ભગવાન તમારી સાથેજ છે.