ભાઈ બહેનના સબંધને વઘુ મજબૂત કરતો ભાઇબીજનો તહેવાર….

હિન્દુ ધર્મમાં આવતા તમામ તહેવારો દરેક સબંધને મજબૂત તાંતણે બાંધે છે અને દર વર્ષે તે સબંધોને મીઠા સાંભરણને વગોળીને વઘુ મઘુર સબંધો કેળવાવમાં પણ મદદરૂપ સાબિત થાય છે. ત્યારે દિવાળીના શુભ પર્વનું પણ કઈક આવું જ મહત્વ રહેલું છે જેમાં પાંચ દિવસના વિવિધ મહાત્મા નવા વર્ષ બાદ બીજા દિવસે ભાઇબીજ ઉજવામાં આવે છે જેમાં પુરાણોમાં પણ દેવી દેવતાઓ દ્વારા આ ઉત્સવ ઉજવામાં આવતો હતો જેનું મહત્વ આજ સુધી કાયમ છે અને પેઢી દર પેઢી  આમ જ વધતું રહેશે . તો આવો જાણીએ તેના વિષે…

કાર્તિક શુકલ બીજ, અથવા ભાઈ બીજ, જેને યમ દ્વિતીય તરીકે પણ ઓળખવામાં આવે છે. એ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ચંદ્રમાના દર્શન કરવા શુભ રહે છે. અને પુરાણો અનુસાર ભાઇબીજના દિવસે યમુનાએ યમરાજ એટ્લે તેના ભાઈને ઘરે ભોજન કરવાનું આમંત્રણ આપ્યું હતું. અને તેથી જ તે દિવસથી આ દિવસને યમદ્વિતીયા તરીકે ઓળખવામાં આવે છે. જેથી યમુના નદીના કિનારે રહેતા લોકોએ ભાઇબીજના દિવસે યમુના નદીના કિનારે સ્નાન કરવું જોઈએ. અને એટલું જ નહીં દૂર દૂરથી લોકો ભાઇબીજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવા આવે છે. ભાઇબીજના દિવસે ભાઈએ પોતાના ઘરે ભોજન ન લેતા બહેનાં આમંત્રણને મન આપી બહેનના ઘરે ભોજન લેવા જાય છે. જેનાથી કલ્યાણ થાય છે તેમજ ભાઈએ બહેનને વસ્ત્ર વગેરે આપે છે અને બહેન ભાઇનો આભાર મને છે.