શ્રીફળના ફાયદા: નારિયેળ માત્ર ધાર્મિક નહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વનું

વિશ્વભરનાં તમામ ફળોમાં સૌથી ગુણકારી અને લાભકારક અને પુણ્યશાળી ફળ તરીકે નાળિયેરની ગણતરી થાય છે. એટલે જ તો તેને શ્રીફળ કહેવાય છે. માત્ર ભગવાનના પૂજાપાઠ ઉપયોગમાં લેવાતા ધાર્મિક જ નહીં પરંતુ શ્રીફળના ઘણા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ફાયદાઓ છે. શ્રીની ઉપમા માનવાચક સન્માનની અને સર્વોપરિતાને આપવામાં આવે છે. નાળિયેરને શ્રીફળ તરીકે ઓળખવા પાછળના અનેક કારણો છે,નાળિયર એક એવું કુદરતી ઉપચાર છે જે દરેક પરિસ્થિતિમાં ઉપયોગી થાય છે. વિજ્ઞાન, સમાજ અને ધર્મએ માનવ સમાજ સાથે કાયમ જોડાઈ રહે તેવી રીતે વણી લીધું છે. બાળકનો જન્મ થાય ત્યાંથી લઈ લગ્ન સમાજની વિવિધ રીતરિવાજો અને મૃત્યુ સુધી શ્રીફળ સાથે જ રહે છે.

બાળકનો જન્મ થાય ત્યાંથી માંડી લગ્નની વિધિઓ સહિત અન્ય રીતરિવાજો અને મૃત્યુ સુધી સાથે રહેતુ શ્રીફળ

દીકરીની વિદાય થાય ત્યારે નાળિયર તેના ખોળામાં એટલા માટે જ મૂકી દેવામાં આવે છે કે જ્યારે તે પિયર છોડી જાય છે, રસ્તાની લાંબી મઝલ અને એકાંતમાં જ્યારે તેને ભૂખ તરસ લાગે અને શરીર હાર માનવાની આની ઉપર આવી રહી હોય ત્યારે પિયરમાંથી છેલ્લી ભેટ તરીકે ખોળામાં મૂકેલું શ્રીફળની એકાદ કટકી મોઢામાં નાખી લેવાથી પિયર અને સસરાનો લાંબો રસ્તો ટૂંકો થઈ જાય… નારિયેળ ખાવાથી મનનો થાક અને સ્ટ્રેસ ઉતરી જાય છે આથી જ વિદાય ટાણે વધુને હાથમાં શ્રીફળ આપવાનો રિવાજ છે.

જણાવી દઈકે  દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ કોકોનટ એટલે કે વિશ્વ શ્રીફળ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે પ્રસંગે આપણે ટોપરાના મોટેરા લાભ જાણીએ તો નારિયેળ ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક અને ખાસ કરીને સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. અને એમાં પણ વાળ માટે અતિગુણકારી છે. નાળિયેર આધારિત તેલ સાથે હેર મસાજ વાળને મજબૂત અને પ્રોટીન સભર બનાવે છે. સંશોધકોના જણાવ્યા મુજબ નાળિયેર આધારિત વાળના તેલમાં પ્રોટીનની ખોટ ઘટાડવાની ક્ષમતા હોય છે. જ્યારે આપણે સામાન્ય રીતે આપણા વાળ ધોઈએ છીએ અથવા તેને વિવિધ રસાયણોના સંપર્કમાં લાવીએ છીએ, ત્યારે તે ઘણીવાર પ્રોટીન અને લિપિડ્સ ખાય છે જે આપણા વાળ બનાવે છે.

જો કે, ફક્ત નાળિયેર આધારિત તેલનો ઉપયોગ કરીને વાળને સુંદર અને તંદુરસ્ત રાખી શકો છો. નાળિયેર આધારિત હેર ઓઈલની ક્ષમતા આપણા વાળમાં સરળતાથી સમાઈ જાય છે. આ તેલમાં મુખ્ય ઘટકોમાંનું એક લૌરિક એસિડ છે. જે એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો ધરાવે છે, જે આપણી ત્વચા અને ખોપરી ઉપરના હાનિકારક બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.