Abtak Media Google News

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વચનામૃત ગ્રંથના અંગ્રેજી સંસ્કારણનું વિમોચન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે સ્વામિનાયરાણ સંપ્રદાય દ્વારા ભારતીય સંસ્કૃત્તિની પરંપરાને જીવંત રાખવા સાથે સમગ્ર માનવજાત અને જીવમાત્રના કલ્યાણ માટે આધ્યાત્મિક માર્ગ પર સેવા કાર્યો થઇ રહ્યાં છે.

રાજ્યપાલએ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદભવ ગુજરાતની ધરતી ઉપર થયો હતો, સ્વામિનારાયણ સંપ્રદાય આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. તેની પાછળ સંતોની અપાર મહેનત, ત્યાગ અને તપસ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન વડતાલ ખાતે શ્રી વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સ્વ અને કાર્તિકી સમૈયામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહભાગી થયા હતા. રાજ્યપાલના હસ્તે જ્ઞાનબાગના માધ્યમથી વચનામૃત ગ્રંથના અંગ્રેજી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું  હતું. રાજ્યપાલએ વડતાલધામ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક હરિકૃષ્ણા મહારાજના દર્શન  અર્ચન કરી ગૌ શાળા ખાતે ગૌ માતાનું પૂજન કર્યુ હતું.

Img 20191106 Wa0028

રાજ્યપાલએ ઉમેર્યુ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પોતાનું સંપૂર્ણ જીવન માનવમાત્રના કલ્યાણ માટે સમર્પિત કર્યુ છે. રાજ્યપાલએ ઉમેર્યુ કે ધર્મ જીવનનું અભિન્ન  અંગ છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જીવન જીવવાના સંવિધાન તરીકે આજથી ૨૦૦ વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા લિખિત વચનામૃત ગ્રંથને વેદ-ઉપનિષદ, દર્શનશાસ્ત્રો , ગીતા, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોના ઉપદેશની વાતો જનમાનસ સુધી સરળ ભાષામાં પહોંચાડવા વચનામૃતની રચના કરી હતી. એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે.

એફકેઝેડ

એકવીસમી સદીમાં આધુનિક અને ભૌતિકવાદમાં પરમાત્મા સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ આધ્યાત્મિક ક્ષેત્ર છે તેમ રાજ્યપાલએ ઉમેર્યુ હતું. રાજ્યપાલએ ઇશ્વર સર્વવ્યાપી અને કણકણમાં વિદ્યમાન છે, ત્યારે પરમાત્મા  પ્રત્યે પોતાનો સમર્પણ ભાવ રાખીશું તો માનવ જીવનના કલ્યાણ સાથે જીવન ઉન્નત થાય છે તેમ જણાવ્યું હતું.

Img 20191106 Wa0032

રાજ્યપાલએ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના માધ્યમથી જીવન જીવવાનો માર્ગ સરળ કર્યો છે. ભગવાને ચિંધેલા માર્ગે માનવ જીવનમાં શ્રેષ્ઠ કર્મો કરી માનવ જાત અને જીવમાત્રની સેવા દ્વારા જીવનને ઉન્નત બનાવી ઇશ્વર પ્રત્યે સમર્પિત થવા જણાવ્યું હતું.

રાજ્યપાલએ સ્વામિનારાયણ સંસ્થા  વડતાલ દ્વારા થતી જનસેવા અને જીવસેવાને બિરદાવતા જણાવ્યું  કે સંસ્થા દ્વારા સમાજના જરૂરિયાતમંદોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ, ગૌ-સંરક્ષણ, ગૌસંવર્ધન, ભારત વર્ષના શ્રેષ્ઠ અને સંસ્કારી યુવાનો તૈયાર કરવા ગુરૂકુલ સંસ્થાઓ દ્વારા પરંપરાગત શિક્ષણની પદ્ધતિ સરાહનીય છે.

Img 20191106 Wa0040 1

રાજ્યપાલએ આધ્યાત્મિઅક અને સામાજિક સમૃદ્ધિ માટે માનવ સેવા અને માનવ કલ્યાણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. વડતાલ સંસ્થાપના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે આર્શીવચન પાઠવતા જણાવ્યું  કે ભગવાન સ્વામિનારાયણે ૨૦૦ વર્ષ અગાઉ જીવમાત્રનું કલ્યાણ થાય તેવા ઉદેશ સાથે વચનામૃતની રચના કરી હતી. વચનામૃત દ્વારા મનુષ્ય દેહ માટે બ્રહ્મ ભગવાનની પ્રાપ્તિ થવા સાથે આત્માનું કલ્યાણ થાય છે તેમ તેમણે ઉમેર્યુ હતું. રાકેશપ્રસાદજી મહારાજે વડતાલ સંસ્થા્ દ્વારા હાથ ધરવામાં આવેલા સમાજ અને માનવસેવાના કાર્યોની વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રારંભમાં કોઠારી નૌતમ સ્વામીએ સૌનો આવકાર કર્યો હતો.

આ અવસરે ધર્મપ્રિયદાસજી સ્વામી, જ્ઞાનજીવનદાસ સ્વામી, દેવપ્રકાશદાસ સ્વામી,  ઘનશ્યામપ્રકાશ સ્વામી, સંતગણ, કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર, ગુજરાત પ્રાંતના સહ સંચાલક ભરત પટેલ, પ્રચારક ડો.ચિંતન ઉપાધ્યાય, પશ્ચિમ ક્ષેત્રના પ્રચારક હસમુખ પટેલ, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા સહિત વિશાળ સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.

૫૧ ફૂટ ઉંચા વિરાટ વચનામૃતનું આચાર્ય મહારાજ દ્વારા ધાન્ય, જળાભિષેક અને ફુલોથી અભિષેક

Img 20191106 Wa0038

ભગવાન શ્રી સ્વામિનારાયણે જ્યાં પોતાના આશ્રીતો માટે સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રીનું લેખન કર્યું છે તે પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે બુધવારે ૫૧ ફૂટ ઉંચા તૈયાર કરાયેલ નંદસંતો દ્વારા હસ્ત લિખિત વચનામૃતનું પ.પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સદગુરુ સંતો દ્વારાધાન્ય તથા જળાભિષેક અને ફૂલોથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંપ્રદાયના સંતો મહંતો તથા યજમાન પરિવારના સભ્યો અને વચનામૃત દ્વીશતાબ્દી મહોત્સ્વમાં કથા દર્શનનો લાભ લેવા પધારેલ હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ ખાતે વચનામૃત દ્વીશતાબ્દી મહોત્સ્વનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. બુધવારે સવારે જુના બસ સ્ટેન્ડ ખાતે તૈયાર કરવામાં આવેલ ૫૧ ફૂટ ઉંચા વચનામૃતનો પ.પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સદગુરુ સંતો ધ્વારા વેદોક્ત વિધિ દ્વારા અભિષેક તથા શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું. મહારાજ દ્વારા ૨૫૦ મણ મોતીનો હાર ધરાવવામાં આવ્યો હતો. સાથે સાથે વિવિધ ફૂલોથી, વિવિધ ધાન્યોથી તથા જળાભિષેક કરવામાં આવ્યો હતો. ૧૫૧ ક્લાકની અખંડ ધૂન, અખંડ વચનામૃત પાઠ, અખંડયજ્ઞ તથા અખંડ નૃત્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનો સંતો મહંતો તથા હજારો હરિભક્તોએ લાભ લીધો હતો. વચનામૃત દ્વીશતાબ્દી મહોત્સ્વ અંતર્ગત રાખવામાં આવેલ નેત્ર કેમ્પનો પ.પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ્ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.