Abtak Media Google News

ભારે ડિસ્કાઉન્ટની લાલચ આપી છેતરનારી ટોળકીના 6 શખ્સોની ધરપકડ બાદ કારસ્તાન સામે આવ્યું

તાજેતરમાં વધુ એક સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે. નોઈડા પોલીસે તાજેતરમાં ડી-માર્ટ, બિગ બાસ્કેટ અને બિગ બજારની નકલી વેબસાઈટ બનાવતી સાયબર ગેંગને પકડી છે. આ ગેંગમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ગઠિયા આ વેબસાઇટ્સ દ્વારા લોકોને છેતરે છે અને તેમના પૈસાની ચોરી કરે છે.  એક રિપોર્ટ અનુસાર, આ વેબસાઇટ્સ પર ખૂબ જ ઓછી કિંમતે પ્રોડક્ટ્સ વેચવાનો દાવો કરવામાં આવ્યો છે. અહીં યુઝર્સને છેતરવા માટે સ

ામાન પર ઘણું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો યુઝર્સ અહીંથી ઓનલાઈન પેમેન્ટ કરે છે, તો સ્કેમર્સ તેમની ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની વિગતો ચોરી ખાતું ખાલી કરી નાંખે છે.  જો કે, તમે આ નકલી વેબસાઇટ્સને ઓળખી શકો તો  સુરક્ષિત રહી શકો છો.

એડ્રેસ બારમાં ડોમેનની બાજુમાં ઉદ્દગારવાચક ચિન્હ હોય તો ચેતી જજો!!

જ્યારે પણ તમે વેબસાઇટની મુલાકાત લો, ત્યારે તેના  બારમાં યુઆરએલની ડાબી બાજુએ પેડલોક જુઓ.  આ પેડલોક સૂચવે છે કે સાઇટ ટીએલએસ/એસએસએલ પ્રમાણપત્ર દ્વારા સુરક્ષિત છે, જે વપરાશકર્તાઓ અને વેબસાઇટ વચ્ચે મોકલવામાં આવેલ ડેટાને એન્ક્રિપ્ટ કરે છે. જો વેબસાઇટને ટીએલએસ/એસએસએલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી, તો એડ્રેસ બારમાં ડોમેન નામની ડાબી બાજુએ ઉદ્ગારવાચક ચિહ્ન (!) દેખાશે.

ચેતજો.. યુ-ટ્યુબ નામે કરવામાં આવતા ઈ-મેઈલ પણ સાયબર ગઠિયાઓનું કારસ્તાન હોઈ શકે!!

હાલ યુ-ટ્યુબના નામે ઈ-મેઈલ મોકલીને છેતરપિંડી આચારવામાં આવતી હોય તેવા રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે. ઘણા લોકોને યુ-ટ્યુબ પ્રોફાઈલ સુધારવા અથવા પ્રોફાઈલમાં ઘટતી વિગતો રજૂ કરવા માટે બોગસ ઈ-મેઈલ આઈડી જે યુ-ટ્યુબના ભળતા નામે બનાવવામાં આવેલી હોય તેવા ઈ-મેઈલ દ્વારા લિંક મોકલવામાં આવે છે. જે લિંક ઓપન કર્યા બાદ સીધું જ ફિશિંગ શરૂ થઇ જતું હોય છે અને ત્યારબાદ ગઠિયા ખાનગી ડેટા ચોરીથી માંડી બેંક એકાઉન્ટ ખાલી કરવા સુધીનું કારસ્તાન આચરી લેતા હોય છે.

યુઆરએલ અને ડોમેન એેકસટેન્શન બરાબર ચકાસવું જરૂરી

જો તમે કોઈપણ વેબસાઇટની મુલાકાત લો છો, તો તમારે તેનું ડોમેન નામ તપાસવું આવશ્યક છે. જો વેબસાઈટ નકલી છે તો તેમાં થોડો ફેરફાર જોવા મળશે. કારણ કે સ્કેમર્સ યુઆરએલ અને ડોમેન એક્સ્ટેંશન બદલી નાખે છે. ઉદાહરણ તરીકે, ફળફુજ્ઞક્ષ.ભજ્ઞળ ને બદલે ફળફુ0ક્ષ.ભજ્ઞળ અથવા ફળફુજ્ઞક્ષ.જ્ઞલિ નો ઉપયોગ કરવો પડતો હોય છે.

લોભામણી ઓફર્સમાં ખરીદી કરતાં પૂર્વે સો વાર વિચારજો!!

જો તમને કોઈ સોદો અથવા ઓફર બતાવવામાં આવે જે વાસ્તવિકતાથી દૂર હોય, તો તેના પર ધ્યાન ન આપો.  ઉદાહરણ તરીકે, જો કોઈ ફોન 80% ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવે છે, તો તમારે આ ઑફર લેતા પહેલા બે વાર વિચારવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.