Abtak Media Google News

ભારત વિકાસ પરિષદ – માણાવદર શાખા દ્વારા આજરોજ “ભારત કો જાનો”  ફાઇનલ અને “રાષ્ટ્રીય સમૂહ ગાન” પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંસ્થા બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને સંસ્કારોનું સિંચન થઈ તેવા શુભ હેતુ સાથે દરવર્ષે  વૃક્ષારોપણ, નવરાત્રી અને સફાઈ અભિયાન જેવા સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજે છે અને બાળકોમાં રાષ્ટ્રીય ભાવના જગાવવા પ્રયત્નશીલ છે.

જેના ભાગ રૂપે આજરોજ ભરત કો જાનો સ્પર્ધામાં સમગ્ર તાલુકાની લગભગ ૨૬ શાળાઓ અને રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં ૧૮ શાળાઓએ ભાગ લીધો હતો.

વિજેતાઓને શિલ્ડ સાથે પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા. આ પ્રસંગે માણાવદર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વરજંગભાઈ ઝાલા, નગર પાલિકા પ્રમુખ શ્રી જયેશભાઇ વાછાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.વી. માણાવદરીયા રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના તાલુકા સંઘ ચાલક શ્રી અનિરૂદ્ધભાઇ યાદવ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શાખાના સભ્ય અને માણાવદર ના એલ. આઈ. સી. એજન્ટ કમલેશભાઈ લોડાયા, જયેશભાઇ વાછણી નું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંયોજક નિલેશભાઈ દેત્રોજા, પૂંજાભાઈ નંદણીયા, મંત્રી શ્રી કિશોરભાઈ, ખજાનચીશ્રી નિમિષભાઈ રાવલ, હમીરભાઈ, ગોવિંદભાઇ વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી, તેમ પ્રમુખશ્રી કિરીટભાઈ નંદણીયા એ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.