Abtak Media Google News

સ્થાપના દિનની પૂર્વ સંધ્યા એજ

ગીર સોમનાથ, પોરબંદર અને ડાંગ જિલ્લાના નવા પ્રમુખની વરણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને નુકશાની થાય તેવી કામગીરી કરનારાઓને હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા શિક્ષાત્મક પગલા લેવામાં અવી રહ્યા છે. પ્રદેશ ભાજપ મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટની હકાલ પટ્ટી કરી દેવામાં આવી છે. જોકે તેઓનાં સ્થાને નવી નિમણુંક કરવામાં આવી નથી. ત્રણ જિલ્લાના પ્રમુખની વરણી કરવામાં આવી છે. જયારે ભાવનગર શહેર અને જિલ્લામાં નવું સંગઠન માળખુ જાહેર કરાયું છે.

Advertisement

છેલ્લા દશ વર્ષથી ભાર્ગવ ભટ્ટ સંગઠનમા મહત્વનો હોદો ધરાવે છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં તેઓને વડોદરા બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી. ટિકિટ આપવામાં ન આવતા તેઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પક્ષના  સતાવાર ઉમેદવારોને હાની પહોચે તેવી કામગીરી કરી હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન કરી હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન ભાજપના સ્થાપના દિન પૂર્વે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રદેશ મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટને પાણીચુ પકડાવી દીધુ છે. તેઓનાં સ્થાને  નવી નિમણુંક  કરવામાં આવી  હતી. ભાર્ગવ ભટ્ટને શા માટે પ્રદેશ  મહામંત્રી પદેથી  હકાલપટ્ટી કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજયના  અલગ અલગ ત્રણ જિલ્લાના પ્રમુખોની વરણી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે  મહેન્દ્રભાઈ પીઠીયા, પોરબંદર જિલ્લાના પ્રમુખ તરીકે   રમેશભાઈ ઓડેદરા (પટેલ) અને  ડાંગ જિલ્લાના પ્રમુખ તરીકે   કિશોરભાઈ ગાવિતની નિમણુંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.