ભાતીગળ તરણેતર મેળાનો તા.30થી પ્રારંભ, સુરેન્દ્રનગરના આ પરિવાર દ્વારા છેલ્લા 33 વર્ષથી ધજાનું થાય છે નિર્માણ

ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે પાળિયાદના મહંત નિર્મળા બા 52 ગજની ધજા ચડાવી  પૂજા કરી   મેળા ને  ખુલ્લો મુકાશે.

કોરોનાના કપરા કાળ બાદ બે વર્ષ બંધ રહેલો તરણેતરનો મેળો આ વર્ષે આ મેળાને ઉજવવા માટે વહીવટી તંત્ર એ જ્યારે મંજૂરી આપી છે ત્યારે તરણેતરિયો મેળો 30 8 થી 2 9 સુધી યોજાનાર છે ત્યારે આ મેળામાં અનેક પ્રકારના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવતા હોય છે અને આ મેળાનું મહત્વ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે.

ત્યારે મેળા ના પ્રથમ દિવસે 52 ગજની ધજા ચડાવી અને વર્ષોની પરંપરાગત મુજબ પૂજા અર્ચના ની વિધિ કરી અને મેળાનું વિધિવત પ્રારંભ કરવામાં આવતો હોય છે ત્યારે તરણેતરિયા મેળાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે તરણેતરના મેળા ને હાલમાં આખરીઓ કપાઈ ગયો છે.

સુરેન્દ્રનગર શહેરમાં 1990 ની સાલથી તરણેતરમાં મેળામાં ત્રિ નેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા સુરેન્દ્રનગર થી તૈયાર થઈ અને પાળીયાદના મહંતને અર્પણ કરવામાં આવે છે ત્યારે ધજાની તમામ પ્રકારની વિધિ પાળીયાદના મહંત કરી અને 52 ગજની ધજા ત્રિનેત્ર સ્વર મહાદેવને ચડાવી અને મેળા નો શુભારંભ કરવામાં આવે છે.

સુરેન્દ્રનગર શહેરનો સોલંકી પરિવાર છેલ્લા 33 વર્ષથી ધજાનું નિર્માણ કરે છે

હાલમાં ચાર દિવસ તરણેતરનો મેળો યોજાનાર છે જેની મંજૂરી સરકારી વહીવટદારો રે આપી પણ દેવામાં આવી છે ત્યારે જ્યારે ચાર દિવસનો પરણેતર્યો મેળો શરૂઆત થશે ત્યારે પ્રથમ મંદિર ખાતે પૂજા અર્ચના કરી અને બાવન ગજની ધજા પાળીયાદના મહંત નિર્મળા બાદ્વારા જ્યારે મંદિર ઉપર ચઢાવવામાં આવશે.

ત્યારે આ ધજા સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક 33 વર્ષો થી આ ધજા સુરેન્દ્રનગર શહેરના પ્રફુલભાઈ નાનજીભાઈ સોલંકી આવી રહ્યા છે ત્યારે પ્રથમ ધજા 1990 માં બનાવવામાં આવી હતી અને ત્યારથી આ સોલંકી પરિવારમાં હાલમાં અત્યારે કેયુરભાઈ છેલ્લા 15 વર્ષથી પિતા પુત્ર ભેગા મળી અને તરણેતરના મેળામાં ત્રિનેતેશ્વર મહાદેવને ચડાવવા માટેની ધજાનું નિર્માણ કરે છે જેમાં દર વર્ષે અલગ અલગ પ્રકારની ધજાઓ બનાવવામાં આવે છે.