Abtak Media Google News

સુરત કોઈને કોઈ ઘટનાઓને લીધે વારંવાર ચર્ચાઓમાં આવતું હોય છે ત્યારે ફરી એક વખત સુરતમાં ભાવના ઉર્ફે  ભાવલીનો આતંક સામે આવ્યો છે. ભુરીએ જાહેરમાં મારામારી કરી હોવાની ઘટના સીસીટીવી માં કેદ થઈ છે.ત્યારે પોલીસે તાત્કાલિક એક્શન લઈને વાયરલ વિડીયો મામલે ભાવના ઉર્ફે ભાવલીની ધરપકડ કરી હતી.

Bhavli

કાપોદ્રા વિસ્તારમાં જાહેર રોડ પર ચપ્પુ લઈને મારામારી કરતી એક યુવતીનો વિડીયો વાયરલ થયો હતો આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ કરી યુવતી અને તેના સાગરિતની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં હત્યાના પ્રયાસનો જયારે તેના સાગરિત સામે પુણા પોલીસ મથકમાં મારામારી અને દમણમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.

Screenshot 8 26

તપાસમાં આ વિડીયો કાપોદ્રા પુણાગામ સ્થિત નાલંદા સ્કુલના ગેટ પાસેનો હોવાનું બહાર આવ્યું હતું અને વિડીયોમાં દેખાતી યુવતી ભાવનાબેન ઉર્ફે ભાવિકા અનીલભાઈ વાળા હોવાનું બહાર આવ્યું હતું. જેથી કાપોદ્રા પોલીસે તપાસ કરી આ યુવતી અને તેના સાગરિત રાહુલ ઉર્ફે રામુ ઉર્ફે રામલો બાડો સુરેશભાઈ પરમારની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.