Abtak Media Google News

 

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં ના.રા. પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *હેડ કોન્સ. શિવરાજસિંહ સરવૈયાને બાતમી મળેલ કે, તળાજા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૪૧/૨૦૧૬ ઇ.પી.કો. કલમ:-૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી સંતોષ શિવાભાઇ ચુડાસમા રહે.સરતાનપરવાળા મહુવા તાલુકાનાં અખતરીયા ગામે બસ સ્ટેન્ડ પાસે ઉભો છે.* જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાઅે આવતાં *સંતોષ શિવાભાઇ ચુડાસમા ઉ.વ.૨૨ રહે.સરતાનપર તા.તળાજાવાળા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને મહુવા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.મજકુર ઇસમની પુછપરછ કરતાં પોતાને ઉપરોકત ગુન્હામાં પકડવાનો બાકી હોવાની કબુલાત કરેલ છે.

આમ,તળાજા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં મહિપાલસિંહ ગોહિલ, શિવરાજસિંહ સરવૈયા, ધર્મેન્દ્દસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા, જયરાજસિંહ ખુમાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.