Abtak Media Google News

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી એલ માલ સાહેબ તેમજ ભાવનગર સીટી નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ એસ ઠાકર સાહેબ ની સુચના કે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દેશી,વિદેશી,દારૂ તથા જુગારની બદ્દી ને સદંતર નેસ્ત નાબુદ કરવાની સુચના મુજબ ધોધારોડ પોલીસ સ્ટેશનનાં,PI,શ્રી ઈસરાણી સાહેબનાં માર્ગદર્શન મુજબ અમો ધોધારોડ પોલીસ સ્ટેશનનાં ASI.M,M,મુંન્સી તથા, પો.કો.કીર્તીસિંહ રાણા,તથા પો.કો,જયદિપસિંહ જાડેજા તથા પો કો, ફારૂકભાઇ મહિડા તથા પો.કો,ખેંગારસિંહ ગોહિલ તથા પો કો,ઈમ્તીયાઝખાન પઠાણ તથા પો.કો,ચિંતનભાઇ મકવાણા તથ પો.કો,ધનશ્યામભાઇ ગોહિલ તથા પો.કો,વનિતાબેન વિગેરે પોલીસ સ્ટેશન હાજર હતાં.

તે દરમિયાન પો.કો, ખેંગારસિંહ ગોહિલ ને મળેલ બાતમી આધારે ભાવનગર આડોડીયાવાસમાં રહેતાં મુંન્નીબેન દીપકભાઇ રાઠોડનાં રહેણાંક મકાને રેઈડ કરતાં તે હાજર મળી આવેલ અને તેનાં મકાનમાં તપાસ કરતાં તે મકાનમાંથી(ધરમાંથી) રોયલ સ્ટાઇલ જીન ૭૫૦, ML ની કંપની સીલપેક બોટલો નંગ ૪૯ કિંમત રૂપિયા ૧૪,૭૦૦ નો મુદ્દામાલ મળી આવતાં મજકુરને અટક કરી પ્રોહિ એકટ કલમ મુજબ ધોધારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે…

આ.સમગ્ર કામગીરીમાં ધોધારોડ પોલીસ સ્ટેશનનાં પી.આઇ ઈસરાણી સાહેબ તથા ભાવનગર ધોધારોડ (બી ડિવીઝન) પોલીસ સ્ટેશનનાં ડી સ્ટાફનાં માણસો એ પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળેલ છે…

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.