Abtak Media Google News

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત રાજયના તમામ જીલ્લાને આદેશ આપેલ હતા.

Advertisement

જે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાંથી નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.

જેથી ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની આગેવાનીમાં એસ.ઓ.જી. પોલીસ જીલ્લામાં નાર્કોટીક્સ પદાર્થનું વેચાણ કરતા ઇસમો બાબતે ખાનગીરાહે તપાસ કરતા હતા દરમ્યાન પોલીસને મળેલ હતી.બાતમીની હકિકત મળેલ હતી કે, “ સંજયભાઇ ધરમશીભાઇ પાંડર રહેવાસી મોણપર તા. મહુવા જી. ભાવનગરવાળાએ પોતાની કાદવાડી સીમ તરીકે ઓળખાતી વાડીએ કપાસ તથા જુવારના પાકની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે બાતમી આધારે આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા એલ.સી.બી./એસ.ઓ.જી. પોલીસે મોણપુર તાબે બગદાણા ખાતે સંજયભાઇ ધરમશીભાઇ પાંડવ જાતે પ્રજાપતિ કુંભાર ઉ.વ.૨૮ રહેવાસી મોણપુર તા. મહુવા જી. ભાવનગર વાળાને તેની કાદવાડી સીમની વાડીએ રેઇડ કરતા આરોપી વાડીએ હાજર મળી આવેલ અને તેને પોતાની વાડીમાં કપાસ તથા જુવારના પાકની આડમાં વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ-૪૦૫ જેનું કુલ વજન ૩૧૭.૧૪૦ કિલો ગ્રામ જેની કિ.રૂ|. ૧૫,૮૫,૭૦૦/- ના મુદ્દામાલ મળી આવતા  ભાવનગર એફ.એસ.એલ. અધિકારીશ્રી આર.સી.પંડયા સાહેબને સ્થળ ઉપર બોલાવી ગાંજાના છોડનું પરિક્ષણ કરાવી ગાંજાના છોડ નંગ-૪૦૫ કબ્જે કરવામાં આવેલ હતા અને મજકુર સામે એન.ડી.પી.એસ. એકટ અંગે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી.ના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલે ફરિયાદ આપી બગદાણા  પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની આગેવાનીમાં એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ. જીવણભાઇ આહિર તથા પોલીસ કોન્સ ભદ્રેશભાઇ પંડયા તથા તરૂણભાઇ નાંદવા તથા નરેશભાઇ ચૌહાણ તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા વિજયસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા યુસુફખાન અનવરખાન તથા પી.આર.ગોહિલ તથા પાર્થભાઇ પટેલ તથા ડ્રાઇવર જે.જે.ગોહિલ તથા મુકેશભાઇ મોહનભાઇ જોડાયા હતા. તેમજ આ કામગીરી દરમ્યાન એફ.એસ.એલ. ભાવનગર ના અધિકારી આર.સી. પંડ્યા સાહેબે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.